પરિણીતિ-રાઘવના સંબંધ પર AAP સાંસદની મહોર, ટ્વીટ કરી આપી શુભકામનાઓ

PC: koimoi.com

પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાએ પોતાનું રિલેશનશિપ હજુ ઓફિશિયલ નથી કર્યું પરંતુ, AAP સાંસદ સંજીવ અરોડાએ બંનેનો ફોટો શેર કરતા તેમના સંબંધ પર મહોર લગાવી દીધી. મંગળવારે સવારે 11 વાગ્યે, સંજીવ અરોડાએ ટ્વીટર પર રાઘવ- પરિણીતિનો ફોટો શેર કરતા લખ્યું- હું તમને બંનેને હાર્દિક શુભકામનાઓ આપુ છું. હું આશા કરું છું કે, બંનેનો સાથ, પ્રેમ અને આનંદથી ભરેલો રહે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.

સંજીવની પોસ્ટ સામે આવ્યા બાદથી જ સોશિયલ મીડિયા પર યુઝર્સ રિએક્ટ કરી રહ્યા છે. એક તરફ ઘણા ફેન્સ પોસ્ટ પર કપલને શુભકામનાઓ આપી રહ્યા છે, તો બીજી તરફ, યુઝર્સ મજેદાર કમેન્ટ કરી રહ્યા છે.

ટ્વીટ પર એક યુઝરે લખ્યું, અરે ભાઈ આ બંનેનું રિલેશનશિપ કન્ફર્મ થઈ ગયું? બીજા યુઝરે લખ્યું, પરિણીતિ ટૂંક સમયમાં જ આમ આદમી પાર્ટીની MLA બની જશે.

ત્રીજા યુઝરે લખ્યું, આજકાલ લોકો ના જાણે શું-શું પ્રમોટ કરતા રહે છે. એક યુઝરે લખ્યું- શું આ બંને લગ્ન કરવાના છે?

ડેટિંગ રૂમર્સ વચ્ચે પરિણીતિ રવિવાર 26 માર્ચે ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર સ્પોટ થઈ હતી. આ દરમિયાન તેણે બ્લેક ડ્રેસ પહેર્યો હતો. વીડિયો સામે આવ્યા બાદથી જ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, પરિણીતિએ પોતાના રોકાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આશા કરવામાં આવી રહી છે કે, વહેલામાં વહેલી તકે કપલ પોતાના રિલેશનશિપ અંગે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરી શકે છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતિ ઘણા સમયથી એકબીજાને પસંદ કરે છે અને તેમનો પરિવાર પણ સંબંધ માટે રાજી થઈ ગયો છે. હાલમાં જ મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર બંને સાથે જોવા મળ્યા હતા. બંનેએ લંચ અને ડિનર સાથે કર્યું હતું, ત્યારબાદથી જ બંનેના રિલેશનશિપના સમાચાર લાઇમલાઇટમાં આવ્યા.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, બંનેના પરિવારના સભ્યો પોતપોતાના કામમાં બિઝી છે, એવામાં તારીખના અનાઉન્સમેન્ટમાં સમય લાગી રહ્યો છે. કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, કોઈ મોટા ઇવેન્ટ પર કપલ એંગેજમેન્ટની જાહેરાત કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાઘવ અને પરિણીતિ એકબીજાને ત્યારથી ઓળખે છે, જ્યારે તેઓ ઇંગ્લેન્ડમાં ભણતા હતા. પરિણીતિએ મેનચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે, જ્યારે રાઘવે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અભ્યાસ કર્યો છે. પરિણીતિ અને રાઘવને ઇંગ્લેન્ડમાં ભારત UK આઉટસ્ટેન્ડિંગ અચીવર્સ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. આ ઇવેન્ટમાં બ્રિટિશ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનારા સ્ટુડન્ટને સન્માનિત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp