જાણો કોણ છે ગંગુબાઈ કાઠિયાવાડી, જેનું પાત્ર આલિયા ભટ્ટ ભજવતી જોવા મળશે

PC: google.com

2021ના 30 જુલાઈના રોજ રીલિઝ થવાની ફિલ્મને લઈને અત્યારથી લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળઈ રહી છે. ખાસ કરીને આલિયા ભટ્ટના ફેન્સ ઘણી રાહ જોઈ રહ્યા છે. આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર હાલમાં જ રીલિઝ કરવામાં આવ્યું છે, જેને જોઈને હાલમાં આલિયાની આ ફિલ્મ અંગે જ સૌ કોઈ ચર્ચા કરી રહેલું જોવા મળે છે. ફિલ્મમાં આલિયા એક અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે.

તેના બોલાવા-ચાલવાની સ્ટાઈલ, અલગ લૂક અને 60ની દશકના સેટમાં આલિયા ભટ્ટ જોરદાર લાગી રહી છે. ગંગુબાઈ કાઠિયાવાડીની લાઈફમાં એવું તો શું ખાસ છે જેનાથી સંજય લીલા ભણસાલી તેને પડદા પર ઉતારવા ઈચ્છે છે. અસલમાં ગંગુબાઈ કોઠેવાલી, તે નામ જેને કમાઠીપુરાની ક્વિન કહેવામાં આવતી હતી. ગંગુબાઈનો તે સમયમાં એવો રૂઆબ હતો કે મોટા મોટા લોકો તેના નામથી ડરતા હતા. મુંબઈ માફિયાની નજીક અને નેતાઓ સુધી પહોંચે ગંગુબાઈ કોઠેવાલીને કમાઠીપુરાની ક્વિન બનાવી દેવામાં આવી હતી.

આમ તો માફિયા ક્વિન બની ચૂકેલી ગંગુબાઈ પોતાની મરજીથી કમાઠીપુરા નહીં આવી હતી. લેખક અને જર્નાલિસ્ટ એસ. હુસૈન જૈદીનું પુસ્તક માફિયા ક્વિન્સ ઓફ મુંબઈના પ્રમાણે, હજારો છોકરીઓની જેમ તે પણ સેક્સ ટ્રાફિકીંગનો ભોગ બની હતી. ગંગુબાઈનું નામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતું અને તે ગુજરાતના કાઠિયવાડમાં મોટી થઈ હતી. એક નામી પરિવારમાંથી આવનારી ગંગુબાઈ મુંબઈ આવીને હિરોઈન બનવા ઈચ્છતી હતી.

16 વર્ષની ગંગાને પોતાના પિતાના અકાઉન્ટન્ટ રામણીક લાલ સાથે પ્રેમ થઈ ગયો અને તેના પ્રેમમાં તે તેની સાથે ભાગીને મુંબઈ આવી પહોંચી હતી. 28 વર્ષના રમણીક લાલે ગંગાને મુંબઈમાં એક્ટર બનાવવાના મોટા મોટા સપનાંઓ દેખાડ્યા અને પછી તેની સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ બંને મુંબઈ આવી ગયા. જ્યાં થોડાક જ દિવસોમાં રમણીક લાલે ગંગાને 500 રૂપિયામાં એક કોઠા પર વેચી દીધી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

કાઠિયાવાડની ગંગા મુંબઈના કમાઠીપુરામાં ગંગુબાઈ બની ગઈ. જૈદીના પુસ્તકમાં ગંગુબાઈના માફિયા ડોન કરીમ લાલા સાથેના નજીકના સંબંધ અંગેની પણ વાત છે. પુસ્તકમાં કહ્યા પ્રમાણે, કરીમ લાલાના ગેંગના એક પઠાણે ગંગુબાઈનો રેપ કર્યો હતો. ગંગુબાઈની મદદ માટે જ્યારે કોઈ ઊભુ રહ્યું નહીં તો ન્યાય માટે તે જાતે કરીમ લાલાને મળવા પહોંચી ગઈ હતી. કરીમ લાલાએ ગંગુબાઈને ન્યાય અપાવવાનો વાદો કર્યો, જેનાથી ભાવુક થઈે ગંગુબાઈએ તેની કલાઈ પર રાખડી બાંધી દીધી હતી. કરીમ લાલાની બહેન બન્યા પછી ગંગુબાઈનું કદ કમાઠીપુરામાં વધી ગયું હતું. ધીમે ધીમે કમાઠીપુરાની સંપૂર્ણ કમાન ગંગુબાઈના હાથમાં આવી ગઈ. સેક્સ વર્કર્સ માટે ગંગુબાઈ ગંગુમા બની ચૂકી હતી, જો કોઈ છોકરીને તેની મરજી વગર ત્યાં રાખતી ન હતી.

કમાઠીપુરાની તે ગલી જ્યા ગંગુબાઈએ પોતાની લાઈફના અંતિમ વર્ષ ગુજાર્યું હતું. ગંગુબાઈ શહેરોમાં પ્રોસ્ટીટ્યૂશન બેલ્ટના હકમાં પણ હતી અને હંમેશા સેક્સ વર્કર્સના અધિકારો માટે લડતી રહી હતી. મુંબઈના આઝાદ મેદાનમાં સેક્સ વર્કર્સના હકમાં આપવામાં આવેલા ભાષણને સ્થાનિક સમાચારપત્રોએ ઘણા કવર કર્યા હતા. પુસ્તકમાં ગંગુબાઈના તે સમયે દેશના વડાપ્રધાન જવાહરલાલ નેહરુને પણ મળવાની પોતાની ઈચ્છા જણાવવામાં આવી છે. ગંગુબાઈએ ઘણા છોકરાઓને ગોદ લીધા હતા, જે તેમની સાથે જ રહેતા હતા. આ બાળકો અનાથ હતા અથવા બેઘર. ગંગુબાઈએ આ બાળકોનું ભણતર અને તેમને મોટા કરાવાની જવાબદારી લીધી હતી.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp