'સેક્રેડ ગેમ્સ 2' જોવા માટે તમારે હજુ વધુ રાહ જોવી પડશે, આ છે કારણ

PC: youtube.com

સેક્રેડ ગેમ્સની સફળતા બાદ તેની બીજી સીઝનની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, નવી સીઝનનું શૂટિંગ પૂરું થઈ ચુક્યું છે, ટૂંક સમયમાં જ તેને રીલિઝ કરવામાં આવશે. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, સેક્રેડ ગેમ્સ 2ની રાહ જોઈ રહેલા ફેન્સ માટે નિરાશ કરનારા સમાચાર સામે આવ્યા છે. તેની બીજી સીઝન આવવામાં હજુ થોડો વધુ સમય લાગશે.

રિપોર્ટ્સ અનુસાર, સેક્રેડ ગેમ્સની બીજી સીઝન માટે તમારે ઓગસ્ટ મહિના સુધી રાહ જોવી પડી શકે છે. પહેલા તેને જુનના અંતમાં રીલિઝ કરવાના સમાચાર હતા. પરંતુ સેફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દિકીની તારીખ ન મળવાને કારણે સીઝનની રીલિઝને આગળ ધકેલવામાં આવી રહી છે.

 
 
 
View this post on Instagram

A lone cop, a fabled thug and a rabid city in a race for survival. Sacred Games premieres 6 July.

A post shared by Sacred Games (@sacredgames_tv) on

રિપોર્ટ્સ અનુસાર, સેફ અલી ખાન હાલ લંડનમાં ફિલ્મ ‘જવાની જાનેમન’નું શૂટિંગ કરી રહ્યો છે. બીજી તરફ નવાઝુદ્દીન સિદ્દિકી પોતાની ભાઈની ડેબ્યૂ ફિલ્મ ‘બોલે ચૂડિયાં’માં કામ કરી રહ્યો છે. બંને સ્ટાર્સના બિઝી શિડ્યૂલને કારણે સેક્રેડ ગેમ્સ 2ની રીલિઝ ડેટ આગળ વધારવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp