'રાધે'ના ડિજીટલ રીલિઝથી થશે નુકસાન, સલમાને કહ્યું- ફેન્સની ખુશી માટે વેઠી લઈશું

PC: timesofindia.indiatimes.com

13 મે ઈદના દિવસે રીલિઝ થવા જઈ રહેલી સલમાન ખાનની ફિલ્મ 'રાધે'ના પ્રમોશન ડિજીટલી ચાલી રહ્યા છે, તેવામાં સલમાન ખાને કહ્યું હતું કે, અમે નુકસાન સહન કરી લઈશું, પરંતુ આ મહામારી દરમિયાન મારા ફેન્સનું દિલ જરૂરથી બહેલાવીશ. હું મારું કમિટમેન્ટ પૂરું કરીશ. સલમાને કહ્યું હતું કે, આ સાચુ છે કે મારી ફિલ્મ 'રાધે' મલ્ટીપ્લેક્સ અથવા સિંગલ થિયેટર્સમાં રીલિઝ થવા જેવી ફિલ્મ છે. અમે ફિલ્મ જ એવી બનાવી છે જેને થિયેટરમાં જ જોવાની વધારે મજા આવશે. 

View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan)

બધાની જેમ અમને પણ લાગતું હતું કે, કોરોના મહામારીમાંથી આપણે બહાર આવી જઈશું, પરંતુ જેવી જ અમે ફિલ્મની રીલિઝ ડેટ જાહેર કરી તેવા જ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ મેં જે મારા ફેન્સને કમિટમેન્ટ કર્યું છે તે અમે પૂરા કરશું. પછી અમને કેટલું પણ નુકસાન થશે. જે દર વખત અમે 200-300 કરોડની કમાણી કરતા હતા તે આ વખતે નહીં થાય. પરંતુ આ મુશ્કેલ સમયમાં મારા ફેન્સનું દિલ જરૂરથી બહેલાવીશ. પોતાના ફેન્સની ખુશી માટે નુકસાન વેઠી લઈશ. જ્યારે લોકડાઉન ખતમ થઈ જશે ત્યારે ફરીથી ફિલ્મને સિનેમાઘરોમાં રીલિઝ કરવામાં આવશે કારણ કે ફિલ્મ ઘણી સારી બની છે.

ફિલ્મના ગીતને પણ લોકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મને થિયેટરમાં જોવાની એક અલગ જ મજા છે. પરંતુ હાલમાં દરેક લોકોએ તેને ઘરમાં જ જોવાની છે. અમે નથી ઈચ્છતા કે કોઈ મારી ફિલ્મ જોવા જાય અને બીમાર થઈ જાય. લગભગ 25થી 30 થિયેટરો ખુલ્લાં છે અને તમે ઝી5 પર પણ તેને જોઈ શકો છો. ફિલ્મ 'રાધે'ના હીટ સીટી માર અને દિલ દે દિયાની જબરજસ્ત સફળતા પછી સલમાને કહ્યું છે કે- આમ તો હું આ બધુ ફોલો કરતો નથી. પરંતુ મારા કેટલાંક મિત્રોએ કહ્યું કે, 'રાધે'ના મારા ગીતો 100 મિલિયન વ્યુઝ પાર કરી ચૂક્યા છે. જેની મને ઘણી ખુશી છે.  

View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan)

હજુ તો ડાન્સના મામલામાં મારી શરૂઆત છે. એક દિવસ એવો આવશે કે હું પ્રભુ દેવા અને માઈકલ જેક્સનને પાછળ છોડી દઈશ. હજુ મારે 30-40 વર્ષ નાચવાનું છે. હાલમાં તો બસ હું માત્ર એટલું જ કહીશ કે, તમે તમારા ઘરમાં રહો અને ફિલ્મની મજા લો. તમારી રિક્ષા અને ટેક્સીના પણ પૈસા બચી જશે. પોપકોર્નના પણ બચશે અને સૌથી જરૂરી તમારો જીવ બચશે. જે અમારા માટે ઘણો મહત્ત્વનો છે. ફરીથી કહી રહ્યો છું કે, થોડી રાહ જુઓ 'રાધે' તમને થિયેટર્સમાં જરૂરથી જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp