સારા અલી ખાને શેર કરી થ્રો બેક મોમેન્ટ્સ, વીડિયોમાં જોવા મળ્યું ટ્રાન્સફૉર્મેશન

PC: instagram.com/saraalikhan95/

બોલીવુડની એક્ટ્રેસ સારાઅલી ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાના જૂના વીડિયોની જાણે એક સીરિઝ ચાલું કરી હોય એવું લાગે છે. આ સીરિઝમાં એના જુદા જુદા વીડિયો જોવા મળી રહ્યા છે. જેને એક વીડિયોમાં શેર કરવામાં આવ્યા છે. પહેલી વખત તેણે દેશના જુદા જુદા રાજ્યમાં ફરવા દરમિયાન લીધેલા વીડિયોને જોડી પોસ્ટ શેર કરી છે. ચાહકો તેના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે તેણે પોતાના એક લુક ટ્રાંસફૉર્મેશનનો એક વીડિયો પણ શેર કર્યો છે.

આ વીડિયોમાં સારાઅલી ખાનનો પહેલાનો એક લુક જોવા મળ્યો છે. જેમાં એનો વજન ખૂબ વધારે હતો. પણ પછી તેણે શેર કરેલા ફોટા અને વીડિયોમાં તે એકદમ ફીટ જોવા મળી રહી છે. એ પછીના એક સીનમાં જોવા મળ્યું છે કે, તે પોતાના બોડી માટે કેટલી મહેનત કરી રહી છે. ખૂબ ઝડપથી તેણે પોતાનું વજન ઓછું કર્યું હતું. તે પોતાના ભાઈ સાથે વર્કઆઉટ કરે છે. સ્વિમિંગ પણ કરે છે અને સાયકલિંગ પણ કરે છે. એક વીડિયોના કેપ્શનમાં પણ સારાએ લખ્યું હતું કે, સારા કા સારા સે સારા કા આધા તક, આ કેપ્શન વાંચ્યા બાદ સારાએ યોગ્ય કેપ્શન મૂક્યું હોય એવું લાગે છે. સારાઅલી ખાનના ઈન્સ્ટાગ્રામ પર કુલ 23.3 મિલિયન ફોલોઅર્સ છે. 

 
 
 
View this post on Instagram

Episode 2: From Sara ka Sara to Sara ka aadha 🎃

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારા વરૂણ ધવનની નવી ફિલ્મ 'કુલ નં.1'માં જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ તથા સ્ક્રિનિંગ લોકડાઉનને કારણે અટકી પડ્યું છે. એવામાં હવે એ જોવાનું છે કે, મેકર્સ આ ફિલ્મને ક્યા પ્લેટફોર્મ પરથી રીલિઝ કરશે. જોકે, ઘણા બધા સિને પ્રોજેક્ટ લોકડાઉનને કારણે અટકી ગયા છે. સાથોસાથ કેટલીય ફિલ્મોનું રીલિઝિંગ પણ અટક્યું છે. મુંબઈમાં કોરોના વાયરસના કેસ એકાએક વધતા તમામ પ્રકારના શુટિંગ સંબંધિત શેડ્યુલ અટકાવી દેવાયા છે. આ પહેલા સારાએ પોતાના વિદેશ પ્રવાસના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. છેલ્લે તેની ફિલ્મ 'લવ આજકલ' રીલિઝ આવી હતી. ફિલ્મ 'કુલ નં.1' બાદ તેની અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'અત્રંગી રે.' ઓન ફ્લોર થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે રીતેશ દેશમુખ પણ જોવા મળશે. એક સમયગાળા બાદ ફરી કોઈ બોલીવુડ ફિલ્મમાંથી સંગીતકાર એ.આર. રહેમાનનું સંગીત સાંભળવા મળશે. 'અત્રંગી રે.'માં એ.આર. રહેમાને સંગીત આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp