જેલ અધિકારીઓને શાહરુખે પૂછ્યું દીકરાને આપી શકું છું ઘરનું ભોજન? મળ્યો આ જવાબ

PC: twitter.com

બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનનો પરિવાર હાલના દિવસોમાં તણાવમાં છે. પરેશાની થાય પણ કેમ નહીં, મન્નતનો શહજાદો જેલના સળિયા પાછળ છે. ડ્રગ્સ કેસમાં ફસાવાના કારણે આર્યન ખાન છેલ્લા 14 દિવસથી જેલમાં છે. જેલમાં આર્યન ખાન પરેશાન છે. એડજસ્ટ કરી શકતો નથી. ગુરુવારે સવારે શાહરુખ ખાને આર્થર રોડ જેલ જઈને પુત્રની હિંમત વધારી હતી. આ પહેલા શાહરુખ ખાન અને ગૌરી ખાને પુત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી.

મહારાષ્ટ્રમાં કોરોના પ્રોટોકૉલના કારણે ગાઈડલાઇન્સ હતી કે કેદીઓના પરિવારજનો સામસામે નહીં મળી શકે પરંતુ આજે આ ગાઈડલાઇન્સમાં છૂટ આપવામાં આવી. હવે આર્થર રોડ જેલમાં ઘરના, સંબંધીઓ અને વકીલ જેલમાં જઈને કેદીઓ સાથે મુલાકાત કરી શકે છે. સંબંધી/વકીલને મુલાકાત માટે પહેલા જેલ અધિકારીઓ પાસે કન્ફર્મ કરવું પડશે. ત્યારબાદ જેલ અધિકારી તરફથી મળવાનો સમય બતાવવામાં આવશે. જેલમાં કેદીને મળવા આવી રહેલા શખ્સે પોતાનો આધાર કાર્ડ જેલના અધિકારી પાસે સબમિટ કરાવવા પડશે. ડિટેલ્સ નોટ ડાઉન કરવામાં આવશે. સંબંધી/વકીલને ટોકન આપવામાં આવશે. કેદી સાથે મુલાકાત પહેલા ટોકન દેખાડવું પડશે. આ બધી પ્રક્રિયાઓ બાદ મુલાકાત થઈ શકશે.

રિપોર્ટ મુજબ મુલાકાતના સમયે શાહરુખ ખાનને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી નહોતી. મુલાકાતના સમયે આર્યન ખાન અને શાહરુખ ખાન વચ્ચે ગ્રીલ અને ગ્લાસની દીવાલ હતી. એમ કોરોના વાયરસના કારણે કરવામાં આવ્યું હતું. શાહરુખ અને આર્યને ઇન્ટરકોમ પર વાત કરી. આ દરમિયાન ત્યાં બે ગાર્ડ્સ ઉપસ્થિત હતા. ઘણા દિવસ બાદ પોતાના પિતાને જોઇને જ આર્યન રડી પડ્યો હતો. તે ખૂબ ઈમોશનલ થઈ ગયો હતો. શાહરુખ ખાન માટે પણ દીકરાને આવી પરિસ્થિતિમાં જોવું સરળ નહોતું. 15 મિનિટની એ પળ શાહરુખ અને આર્યન વચ્ચે ઇમોશલન હતી.

રિપોર્ટ મુજબ આર્યન ખાને પોતાના પિતાનને જણાવ્યું કે તેને જેલનું ભોજન પસંદ નથી આવતું. શાહરુખ ખાનના પુત્રની ખૂબ ચિંતા થઈ. જેલ અધિકારીઓએ જણાવ્યું કે ઘરનું ભોજન આપવા માટે કોર્ટ પાસેથી મંજૂરી લેવી પડશે. આર્યન ખાનને 2 ઓક્ટોબરે NCBએ ક્રૂઝ શિપમાં પકડ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ થઈ અને NCBની કસ્ટડીમાં રહ્યો. NCBની કસ્ટડી પૂર્ણ થયા બાદ આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યો. 2 ઓક્ટોબરે જ્યારે આર્યન ખાન પકડાયો હતો ત્યારે શાહરૂખ ખાન વિદેશમાં ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp