ઈન્કમટેક્સ ઓફિસરોને શંકા-NCBની તપાસ પછી તાપસી, અનુરાગે ફોનમાંથી ડિલીટ કર્યા ડેટા

PC: deccanherald.com

અભિનેત્રી તાપસી પન્નુ અને નિર્દેશક અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. ઈન્કમ ટેક્સ વિભાગ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે એનસીબી તરફથી કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી પછી તાપસી અને ફેન્ટમ ફિલ્મ્સના શેરહોલ્ડર્સે પોત-પોતાના મોબાઈલ ફોનમાંથી ડેટા ડિલીટ કરી દીધા છે. ઈન્કમટેક્સ વિભાગ તરફથી કરવામાં આવેલી છાપેમારી અને પૂછતાછને લઈને વિભાગ સાથે જોડાયેલા સૂત્રોએ સાફ કર્યું છે કે બંને અલગ અલગ મામલા ચાલી રહ્યા છે. એક તાપસી પન્નુ વિરુદ્ધ છે તો બીજો કેસ ફેન્ટમ ફિલ્મ્સના શેરધારકો વિરુદ્ધનો છે. સૂત્રોનું કહેવું છે કે કાલે તાપસી પન્નુના શરૂઆતના સ્ટેટમેન્ટ લઈ લેવામાં આવ્યા છે. આજે ફરીથી તેના વિસ્તૃતમાં સ્ટેટમેન્ટ લેવામાં આવશે. વિભાગના ઓફિસરોને શંકા છે કે તેમના મોબાઈલમાંથી કેટલાંક ડેટા ડિલીટ કરવામાં આવ્યા છે. જોકે ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પાસે એવા એક્સપર્ટ્સ છે જે ફરીથી ડેટા હાંસલ કરી શકે છે.

તાપસી વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચાલુ છે. તેને આવનારા દિવસોમાં તપાસ માટે આયકર અધિકારીઓ દ્વારા બોલાવવા માટે સમન મોકલવામાં આવી શકે છે. આયકર અધિકારીઓને તાપસીની ટેક્સ ચોરી અને એક કંપનીમાં નિર્દેશક હોવા અંગેના પણ સબૂત મળ્યા છે. તાપસી પન્નુ અને તેની કંપની પર આશરે 25 કરોડ રૂપિયાની ઈન્કમટેક્સની ચોરીની શંકા છે. તેણે આશરે 5 કરોડ રૂપિયા કેશ પણ લીધા છે.

તેની કંપની પણ ઈન્કમટેક્સ ચોરીમાં સામેલ છે. ફિલ્મો સાથે જોડાયેલા તેના કોન્ટ્રાક્ટ પણ ઈન્કમટેક્સ વિભાગના રડાર પર છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી છાપામારીનો બીજો કેસ ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાયેલો છે. ફેન્ટમ ફિલ્મ્સના શેયરહોલ્ડર્સ પર આશરે 600 કરોડ રૂપિયાની ઈન્કમટેક્સની ચોરીની આશંકા છે. શેરધારકોએ ફેન્ટમ ફિલ્મ્સની ભાગીદારી વેચી અને તેના દ્વારા જે પૈસા કમાયા તેમાં થયેલા નફા પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી. તેમણે ખોટા ખર્ચાઓ બતાવ્યા છે. એટલે સુધી કે ખોટા બિલો પણ બનાવ્યા છે.

તાપસીની જેમ અનુરાગ કશ્યપ સહિત ઘણા લોકોએ પણ પોતાના મોબાઈલ ફોનમાંથી ડેટા ડિલીટ કરી દીધા છે. જોકે ડિલીટ કરેલી વસ્તુઓ દેખાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જો તેમના ફોનમાં કોઈ શંકાસ્પદ ડેટા નહીં હતા તો ડિલીટ કેમ કર્યા. શંકા કરવામાં આવી રહી છે કે બોલિવુડની હસ્તીઓ પર NCBની કાર્યવાહી શરૂ થયા પછી આ ડેટા મોબાઈલમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા છે. ઈન્કમટેક્સ વિભાગની તપાસ હજુ ચાલુ છે અને જરૂર પડ્યે તાપસી અને અનુરાગ કશ્યપ સહિત બીજા લોકોની શુક્રવારે પૂછતાછ કરવામાં આવી શકે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp