CM ઉદ્ધવનો કંગના પર નિશાનો, કહ્યું- હિંમત હોય તો કાશ્મીરમાં જમીન ખરીદી બતાવે

PC: NDTV.com

મુંબઈ સરકાર અને બોલિવુડની ક્વીન કંગના રણૌત વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધ અંગે સૌ કોઈને ખબર છે. કંગના અને મુંબઈ સરકાર એક પછી એક બંને જણા એકબીજા પર કીચડ ઉછાળી રહ્યા છે. એક તરફ દશેરાના દિવસે જ્યારે કંગના રણૌતે તેની તૂટેલી ઓફિસના ફોટા શેર કરીને મહારાષ્ટ્ર સરકાર અને સંજય રાઉત પર નિશાનો સાધતા ટ્વીટ કર્યું હતું.

તેના જવાબમાં મહરાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની વાર્ષિક દશેરા રેલીમાં નામ લીધા વગર કંગના પર નિશાનો સાધ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કોઈનું પણ નામ લીધા વગર કહ્યું હતું કે, આજના દિવસે અમે દસ ચહેરાવાળા પ્રતિકાત્મક રાવણને સળગાવીએ છે. એક ચેહરાનું કહેવું છે કે મુંબઈ પીઓકે છે. મારી ઈચ્છા છે કે આર્ટિકલ 370 હટાવી દેવામાં આવ્યો છે. જો કોઈએ હિંમત બતાવવી હોય તો ત્યાં એક જમીન ખરીદીને બતાવે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ન્યાય માટે બૂમો પાડનારાઓએ મુંબઈ પોલીસ પર આરોપ લગાવ્યા છે. મુંબઈ પીઓકે છે. અહીં દરેક જગ્યાએ ડ્રગ એડિક્ટ જોવા મળશે તેવી છાપ લોકો સમક્ષ મૂકી રહ્યા છે. અમે ગાંજો નહીં તુલસી ઉગાડીએ છે. ગાંજાના ખેતરો તમારા રાજ્યમાં છે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ઘટના બાદથી જ કંગના બોલિવુડને લઈને પોતાના સ્ટેટમેન્ટ આપી રહી છે. તેની સાથે સુશાંતના કેસમાં સરખી રીતે તપાસ ન કરવા પર કંગનાએ મુંબઈ પોલીસની કડક આલોચના પણ કરી હતી. જેના પછી બીએમસી દ્વારા કંગનાની મુંબઈ ખાતેની ઓફિસને ગેરકાયદેસર કહેતા તોડી નાખી હતી. આ ઘટના પછી કંગના અને મુંબઈ સરકાર વચ્ચે સતત રોજ કોઈને કોઈ વાત પર મોકજોક ચાલી રહી છે.

હાલમાં જ મુંબઈ પોલીસ દ્વારા કંગના અને તેની બહેન રંગોલીને સોશિયલ મીડિયા પર બે સમાજના લોકો વચ્ચે અશાંતિ ફેલાવવા બદલના સ્ટેટમેન્ટ આપવા માટે પોલીસ સમક્ષ હાજર થવાનું સમન મોકલવામાં આવ્યું હતું. તે અંગેનો જવાબ પણ કંગનાએ તેની સ્ટાઈલમાં આપ્યો હતો. કંગનાએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર થોડા દિવસો પહેલા તેના ભાઈના લગ્નના અને તેની વિધીઓના ફોટા શેર કર્યા હતા. તે સિવાય તેણે હાલમાં જ તેની આગામી ફિલ્મ થલાઈવીનું બાકીનું શૂટિંગ પૂરુ કરીને મનાલી ખાતેના ઘરે પાછી ફરી હતી. આ ફિલ્મ જયલલિતાની લાઈફ અંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp