ફેરનેસ ક્રીમનો દાવો ખોટો પડશે તો થઈ શકે છે આટલો દંડ અને આટલા વર્ષની જેલ

PC: economictimes.com

ભારત સરકારે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ અધિનિયમ, 1954માં ફેરફારનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્કીન ફેરનેસ, બહેરાપણુ, શરીરની ઉંચાઈ વધારવી, હેરલોસ, મેદસ્વીપણુ અને અન્ય રીતના દાવા કરનારી જાહેરાતો જો નકલી સાબિત થઈ તો તેમને મોટો દંડ ફટકારવામાં આવી શકે છે. સાથે જ જેલની સજા પણ થઈ શકે છે.

સરકારનો ઈરાદો છે કે, નકલી અને લોકોમાં ભ્રમ પેદા કરનારી જાહેરાતો અને તેના દાવાઓ પર રોક લગાવી શકાય. માટે આ રીતનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.

પ્રસ્તાવિત નવા ડ્રાફ્ટ પ્રમાણે આટલો દંડ અને જેલ થશેઃ

Drugs and Magic Remedies (Objectionable Advertisements) Act, 2020ના નવા ડ્રાફ્ટમાં પહેલી વાર આ રીતની ખોટા દાવાવાળી જાહેરાત આપવા પર 10 લાખનો દંડ અને 2 વર્ષ જેલની જોગવાઈ છે. જો આ રીતની જાહેરાતો પર રોક નહીં લગાવવામાં આવે તો તે દંડ વધારીને 50 લાખ રૂપિયા કરી દેવામાં આવશે અને સાથે જ 5 વર્ષની જેલ પણ થશે.

હાલમાં આ રીતની જાહેરાતો બાબતે જે મોજૂદ કાયદો છે, તેમાં પહેલીવાર આવું કરવા પર 6 મહિનાની જેલની જોગવાઈ છે. જેમાં કોઈપણ રીતના દંડની જોગવાઈ નથી. બીજીવાર આવું કરવા પર 1 વર્ષની જેલ થઈ શકે છે.

45 દિવસની અંદર આપી શકો છો અભિપ્રાયઃ

વર્તમાન કાયદો તાવીજ, મંત્ર, કવચ અને કોઆ પણ પ્રકારના અન્ય આકર્ષણના રૂપમાં જાદુના ઉપયોગના વિરુદ્ધમાં છે. જેમાં કોઈ બીમારીના ઉપચાર, સારવાર કે અટકાવવા માટે ચમત્કારી શક્તિઓના ઉપયોગ કરવા પર આરોપ છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, બદલાતા સમય અને ટેક્નોલોજીની સાથે તાલમેલ બેસાડવા માટે સુધારો સૂચવવામાં આવી રહ્યો છે. મંત્રાલયે જાહેર કરેલા ડ્રાફ્ટ બિલ અંગે લોકોના સૂચનો, ટિપ્પણીઓ અથવા વાંધાઓના નિરાકરણ લાવવા માટેનો નિર્ણય લીધો છે. મંત્રાલય અનુસાર, 45 દિવસોની અંદર આ નવા પ્રસ્તાવ અંગે લોકો તેમનો અભિપ્રાય આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp