જોનસન એન્ડ જોનસનના સૌથી વધુ વપરાતા આ પ્રોડક્ટ પર લાગ્યો પ્રતિબંધ

PC: meghantelpner.com

જોનસન એન્ડ જોનસનના બેબી શેમ્પુમાં શરીરને નુકસાન પહોંચાડતા રસાયણિક તત્ત્વ ફોર્માલ્ડિહાઇડ મળી આવતાં ઉત્તર પ્રદેશ સરકારે તેના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ખાદ્ય સુરક્ષા અને ઔષધી નિયંત્રણ (FSDA)ની ટીમે બુધવાર સાંજે કંપનીના લખનઉ સ્થિત સેન્ટ્રલ સ્ટોરમાં છાપો મારીને કંપનીના ઉત્પાદનોના સાત નમૂના લીધા હતા. FSDA ના અધિકારીએ કહ્યું હતું કે, બેચ નંબર BB-58204ના શેમ્પુના નમુનાઓમાં નુકસાનકારક રસાયણિક તત્ત્વ ફોર્માલ્ડિહાઇડ મળ્યું છે.

જયપુરને આ શેમ્પુ કંપનીએ લખનઉ સ્થિત સ્ટોરમાંથી સપ્લાય કર્યું હતું. આ વિશેષ બેચના ઉત્પાદનોને બજારમાંથી પરત લેવું પડશે. લખનઉ સ્ટોરમાં તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું છે કે BB-58204 બેચી 100 mmની 16704 બોટલ પેક બલરામપુર, કાનપુર, આઝમગઢ, વારાણસી, બારાબંકી, ફૈઝાબાદ પ્રયાગરાજ, સહિત આખાં ઉત્તર પ્રદેશમાં સપ્લાય કરવામાં આવ્યાં હતા. હાલ આ શેમ્પુના વેચાણ પર પ્રતિબંઘ લગાવી દેવાયો છે. આ મામલે ઉત્તપ પ્રદેશના તમામ જિલ્લાઓના કલેક્ટરને પત્ર લખીને માહિતી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા જોન્સન એન્ડ જોન્સન બેબી શેમ્પુમાં કેન્સરકારક તત્ત્વ હોવાની વાત સામે આવી હતી. આ શેમ્પુના બે બેચની તપાસ રાજસ્થાનમાં કરવામાં આવી હતી જેમાં કેસિનોજન મળ્યાં છે. આ તપાસના થોડા મહિના પૂર્વે જ જોન્સન એન્ડ જોન્સનના બેબી પાઉડરની તપાસ કરવામાં આવી હતી કે તેમાં એસ્બેસટોસ છે કે નહીં. જોકે એ સમયે પાઉડરમાં કેન્સરકારક એસ્બેસટોસ મળ્યો ન હતો અને તેથી કંપનીએ તરત ઉત્પાદન શરૂ કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp