ચહેરાના નિખાર માટે દહીં વડે ઘરે જ કરો ફેસિયલ

PC: tasteofhome.com

આપણે સૌ જાણીએ છીએ કે, સ્કિનને ચમકદાર બનાવવા માટે ક્લીઝિંગ, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ કેટલું જરૂરી છે. પરંતુ તેના કરતા પણ વધુ જરૂરી છે મહિનામાં એકવાર ચહેરાનું ફેશિયલ. સ્કિનને અંદર સુધી નરિશ કરવા, ફાઈન લાઈન્સ અને દાગ-ધબ્બા દૂર કરવામાં ફેશિયલ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમે હાલ બહાર જઈને ફેશિયલ ન કરાવી શકતા હો, તો ઘરે જ ફ્રિઝમાં રહેલા દહીં વડે પોતાના ચહેરાને ચમકાવી શકો છો. દહીંને વિવિધ પ્રકારની સ્કિન માટે સારું માનવામા આવે છે, આથી તમે તેમા વિવિધ વસ્તુઓ મિક્સ કરીને ફેસ માસ્ક બનાવી શકો છો. તેમાં મોટી માત્રામાં લૈક્ટિર એસિડ અને અલ્ફા હાઈડ્રૉક્સી એસિડ હોય છે જે ખીલને દૂર કરનારી સ્કિન ક્રીમ્સમાં મળી આવે છે. દહીંને સ્કીન પર લગાવવાથી ચહેરા પર મોટા પોર્સ, ખીલના નિશાન, ફાઈન લાઈન્સ અને પિગમેન્ટેશન દૂર થઈ જાય છે. નિયમિત ફેશિયલ કરવાથી ચહેરામાં પણ કસાવ આવે છે. જો તમે લોકડાઉનનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવા માટે તૈયાર હો, તો અહીં જાણી લો ઘર બેઠા કઈ રીતે કરશો દહીં વડે ફેશિયલ...

ચહેરાનું ક્લીઝિંગ

ફેશિયલ કરતા પહેલા પોતાના ચહેરા પરથી ધૂળ, માટી અને તેલ હટાવવા માટે તેનું ક્લીઝિંગ કરો. તેને માટે 2 ચમચી દહીં લઈને પોતાના ચહેરા પર લગાવો અને તેના વડે ઓછામાં ઓછી 2-3 મિનિટ સુધી માલિશ કરો. ત્યારબાદ ચહેરાને કોટન વડે સાફ કરી લો.

સ્ક્રબિંગ

સ્ક્રબિંગ કરવાથી ચહેરાની ડેડ સ્કિન અને ઓઈલ દૂર થાય છે. તેને કરવા માટે એક વાટકીમાં દહીં અને જરૂરિયાત અનુસાર ચોખાનો લોટ મિક્સ કરો. પછી તેને ચહેરા પર ચારે બાજુ લગાવીને ચહેરાને સર્ક્યુલર મોશનમાં સ્ક્રબિંગ કરો. આવું તમારે 2થી 3 મિનિટ સુધી કરવું જોઈએ. તમે ચોખાના લોટને બદલે કોફી અથવા સંતરાની છાલનો પણ ઉપયોગ કરી શકો છો.

ચહેરા માટે બનાવો મસાજ ક્રીમ 

સ્ક્રબિંગ બાદ ચહેરાને મસાજ કરવાની વારી આવે છે. મસાજ કરવા માટે ક્રીમ બનાવો, જેને માટે 2 ચમચી દહીંમાં અડધી ચમચી બદામનું તેલ મિક્સ કરો. પછી તેને ચહેરાની નીચેથી શરૂ કરી ઉપરની તરફ હળવા પ્રેશરની સાથે મસાજ કરવાનું છે. 10થી 15 મિનિટ સુધી મસાજ કર્યા બાદ ચહેરાને હુંફાળા પાણીમાં બોળેલા કોટનથી સાફ કરી લો.

ફેસ પેક લગાવો

ચેહરાના ટૈનિંગ અને અંદરથી સફાઈ કરવા માટે દહીંમાંથી બનેલું ફેસ પેક લગાવો. તેને માટે સમાન માત્રામાં દહીં અને મુલ્તાની માટી મિક્સ કરો અને આ પેસ્ટને ચહેરા પર લગાવો. સુકાયા બાદ તેને પાણી વડે ધોઈ લો. મુલ્તાની માટી ડેડ સ્કિનને દૂર કરે છે.

ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ

ફેસ પેકને ધોયા બાદ પોર્સમાં ગંદકી ન જાય તે માટે ગુલાબજળથી ટોનિંગ કરો. ત્યારબાદ પોતાની સ્કિના ટાઈપને ધ્યાનમાં રાખીને કોઈપણ મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ-લોશન લગાવો.

ફેસિયલ માટે દહીં હંમેશાં જામેલું હોવું જોઈએ. સારા રિઝલ્ટ માટે ફેશિયલ રાતના સમયમાં જ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp