26th January selfie contest

પ્રિયંકાથી લઈને આલિયા સુધી, ઓર્ગેન્ઝા સાડીમાં દેખાય છે ખૂબ જ સુંદર

PC: southindiafashion.com

બોલિવુડ એક્ટ્રેસીસની વચ્ચે આજકાલ ઓર્ગેન્ઝા સાડીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે મોટા મોચા ડિઝાઈનર્સ પણ પોતાના સાડી કલેક્શનમાં તેને સામેલ કરી રહ્યા છે. એવી જ બોલિવુડની કેટલીક અદાકારાઓ છે જેમણે આ ઓર્ગેન્ઝા સાડી પસંદ છે અને ઘણી ઈવેન્ટ્સમાં તેને પહેરેલી પણ જોવા મળી છે. આમ તો સાડીમાં કોઈ પણ સ્ત્રી ઘણી સુંદર લાગતી હોય છે અને સાડી કાયમ ફેશનમાં રહેતી હોય છે. તો ચાલો જોઈ લઈએ હાલમાં ટ્રેન્ડિંગ એવી ઓર્ગેન્ઝા સાડીમાં બોલિવુડ એક્ટ્રેસીસ કેવી લાગી રહી છે.

સોફ્ટ ફ્લોરલ પિંક સાડી જેને લાઈટ ગોલ્ડન બોર્ડરથી સજાવવામાં આવી છે તેવી સાડીમાં સોનાક્ષી સિંહાનો એલિગન્ટ લૂક એકદમ નિખરીને બહાર આવી રહેલો જોવા મળે છે.

સફેદ અને ગુલાબી રંગની આ ઓર્ગેન્ઝા સાડી માટે શિલ્પા શેટ્ટીએ રેટ્રો લૂક અપનાવ્યો છે. તેની હેર સ્ટાઈલિંગ અને મેકઅપ ઘણી જૂની એક્ટ્રેસીસની યાદ અપાવી દે તેવો છે.

રો મેંગોની આ સુંદર યલો ઓર્ગેન્ઝા સાડીમાં સાઉથી સુપરસ્ટાર સામંથી ઘણી સુંદર લાગી રહી છે. પ્લેઈન બ્લાઉઝ અને લાઈટ મેકઅપ તેના પરફેક્શન પર ચાર ચાંદ લગાડી રહ્યો છે.

પ્રિયંકા ચોપરા દ્વારા પહેરવામાં આવેલી આ બ્લશ પિંક સબ્યસાચી ક્રિેએશન એક ગાર્ડન પાર્ટી માટે ઘણો સારો ઓપ્શન છે. ખાસ કરીને તેમાં પ્રિયંકાનો વિન્ટેજ મેકઅપ આ સ્ટાઈલિંગને વધારે પરફેક્ટ બનાવી રહ્યો છે.

કરીના કપૂરના સાડી પ્રત્યેના પ્રેમનો તો સૌ કોઈ જાણે જ છે. કપિલ શર્માના શોમાં બ્લૂ ઓર્ગેન્ઝા સાડીમાં પહોંચેલી બેબોનું આ કલેક્શન ઘણી બધી મહિલાઓને ગમ્યું હતું. કરીના માટે આ સાડી એટલા માટે ખાસ છે કે સાડીમાં તેનું નામ બેબો પ્રિન્ટ કરવામાં આવ્યું છે. બોલિવુડના ફેશનમાં તેની ઘણી ચર્ચાઓ થઈ હતી.

અનુષ્કા શર્માની મિન્ટ ગ્રીન સબ્યસાચી કલેક્શને એક ટ્રેન્ડ શરૂ કર્યો હતો. એક ઈવેન્ટ દરમિયાન અનુષ્કા શર્મા દ્વારા પહેરવામાં આવેલી આ ઓર્ગેન્ઝા સાડી પછી બોલિવુડની ઘણી દિવાઓ દ્વારા તેને પહેરવામાં આવી હતી.

અદિતી રાવ હૈદરીએ રો મેંગોની આ લાલ કલરની ઓર્ગેન્ઝા સાડી પહેરીને ઘણા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. સ્ટ્રાઈપ્ડ એલ્બો વીથ સ્લીવ્સ બ્લાઉઝે અદિતીના સિમ્પલ પરંતુ એલિગન્ટ સાડીનું ગ્લેમર ઘણું વધારી દીધું હતું.

આલિયા ભટ્ટની લાલ કલરની ઓર્ગેન્ઝા સાડીમાં તેનો ક્લાસી લૂક જોઈને તેના ફેન્સ દિવાના થઈ ગયા હતા. સાડીમાં લાગેલી ગોટા પટ્ટીએ તેની સુંદરતામાં વધારો કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp