લગ્નમાં સગીરાએ મેકઅપ કરાવ્યો, મેકઅપ ધોતાની સાથે ચહેરાની ચામડી ઉતરી ગઈ

PC: picdn.net

લગ્ન પ્રસંગમાં મેકઅપ કરાવતા હોય તો સાવધાન થઇ જજો. કારણ કે, મેકઅપથી તમારી ચામડી પણ ઉતરી શકે છે અને તમારે હોસ્પિટલમાં સારવાર લેવાની પણ ફરજ પડી શકે છે. આવો કિસ્સો સુરતના કોસંબામાં સામે આવ્યો છે.

એક રીપોર્ટ અનુસાર બે બહેનો તેની પિતરાઈ બહેનના લગ્નમાં કોસંબા આવી આવી હતી. બંને બહેનોને 26મી મેના રોજ તૈયાર કરવા માટે સુરતથી એક મહિલા બ્યુટીશિયન આવી હતી. તે મહિલા મેકઅપ કરીને પરત ચાલી ગઈ હતી. ત્યારબાદ રીવાજ અનુસાર નાની બહેન દુલ્હનની અણવરી બનીને દુલ્હન સાથે તેના સાસરીયે ગઈ હતી. સાસરીયે જઈને સગીરાએ મેકઅપ સાફ કર્યો ત્યારે મેકઅપની સાથે સગીરાની હાથ અને મોની ચામડી પણ ઉતરી ગઈ હતી. જેના કારણે તેને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સગીરાની મોની ચામડી ઉતારી ગઈ હતી. જેના કારણે તેનું મો સોજી ગયું હતુ અને તે બોલી પણ શકતી ન હતી.

આ ઘટનાની જાણ થતા સગીરાના પરિવારજનો સુરત દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોએ મેકઅપ કરવા આવેલી બ્યુટીશિયન મહિલા પર શંકા વ્યક્તિ કરી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શંકા કરવાનું કારણ એ હતું કે, બ્યુટીશિયન સાથે સગીરાની માતાની નણંદે ફોન પર બોલાચાલી કરી હતી અને ફરીથી આવીને નાની દીકરીનો મેકઅપ કરી જશે તો જ પૈસા આપશે તેવુ જણાવ્યું હતુ. જેના કારણે બ્યુટીશિયન મહિલા આવી અને ગુસ્સામાં મેકઅપ કરીને જતી રહી હતી.

આ ઘટનામાં ભોગ બનનાર સગીરા બોલી ન શકવાના તેને લખીને પોલીસને જણાવ્યું હતુ કે, મારો મેકઅપ કરવા આવેલા બહેનને છોડશો નહીં. આ બહેને મને કાળી કરી દીધી છે. તમે આ બહેનને મારજો અને મને પણ સાથે લઇ જજો.

સમગ્ર ઘટનાને લઇને પોલીસે ડોકટર પાસે અભિપ્રાય માંગ્યા છે કે, બ્યુટીશિયન દ્વારા આ જાણી જોઈને કરવામાં આવ્યું છે કે, મેકઅપનું રીયેક્શન છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp