લોકડાઉનઃ પાર્લરમાં ગયા વિના આ રીતે દૂર કરો ચહેરાના વણજોઈતા વાળ

PC: wwmindia.com

ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસનો કહેર દુનિયાભરના દેશોમાં સતત વધી રહ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસની દહેશત જોવા મળી રહી છે. કોરોના વાયરસથી બચવા માટે સરકારે 21 દિવસનું લોકડાઉન કરી દીધુ છે. લોકડાઉનના કારણે લોકો પોતાના ઘરોમાં છે. એવામાં મહિલાઓ પોતાના મેકઅપ અને સ્કિન કેરને લઈને ખૂબ જ ચિંતિત છે. કોરોના વાયરસની વચ્ચે ઘરમાં રહીને તમે પોતાને કઈ રીતે ફિટ રાખશો અને પોતાની સ્કિનનું ધ્યાન કઈ રીતે રાખશો. જો તમે પણ પોતાની આઈ બ્રો અને અપર લિપ્સને લઈને ચિંતિત હો તો તમે કેટલીક ઘરેલું રીતો અપનાવીને જાતે જ પોતાના અપર લિપ્સ અને આઈ બ્રો કરી શકો છો.

સંતરાની છાલનો પાવડર અને મધ

સંતરાની છાલના પાવડરમાં મધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. 20 મિનિટ બાદ હળવા હાથે પેસ્ટ હટાવો. આવું કરવાથી તમારા ચહેરા પરના વણજોઈતા વાળ દૂર થવાની સાથોસાથ તમારા ચહેરા પર ગ્લો આવી જશે.

લીંબુ અને ખાંડ

લીંબુ અને ખાંડના લેપની મદદથી અપર લિપ્સના વાળને દૂર કરી શકાય છે. તેને માટે લીંબુના રસમાં ખાંડ વ્યવસ્થિતરીતે મિક્સ કરી લો. ત્યારબાદ આ પેસ્ટને અપર લિપ્સ પર લગાવો. પેસ્ટ સુકાયા બાદ તેને હળવા હાથે હટાવી લો. અઠવાડિયામાં બેવાર આવુ કરવાથી અપર લિપ્સના વાળને દૂર કરી શકાશે.

ડુંગળી અને તુલસી

ડુંગળી અને તુલસીના પાનની પેસ્ટ તૈયાર કરીને તેને ચહેરા પર લગાવી દો. 30 મિનિટ બાદ હળવા હાથે પેસ્ટને હટાવો. અઠવાડિયામાં બેવાર આવુ કરવાથી ચહેરાના વણજોઈતા વાળ હટાવી શકાશે. સાથે જ ડુંગળી અને તુલસીથી ચહેરા પર ગ્લો જોવા મળશે.

મુલ્તાની માટી અને ગુલાબ જળ

મુલ્તાની માટીમાં ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો, 20 મિનિટ બાદ હળવા હાથે આ પેસ્ટને ચહેરા પરથી હટાવી લો. મુલ્તાની માટીને કારણે ત્વચામાં નિખાર આવશે.

બેસન અને દૂધ

સૌથી પહેલા દૂધ અને બેસનની પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને અપર લિપ્સ પર લગાવો. લેપને થોડીવાર રહેવા દો. 15 મિનિટ બાદ તેને ધીમે-ધીમે રગડીને સાફ કરી લો. પછી ચહેરાને સાફ કરી લો. આવું અઠવાડિયામાં બેવાર કરવાથી અપર લિપ્સના વાળ દૂર થઈ જશે.

ઈંડા

ઈંડાની મદદથી સરળતાથી અપર લિપ્સને સાફ કરી શકાશે. ઈંડાના પીળા ભાગમાં ખાંડ મિક્સ કરો. આ મિશ્રણને યોગ્યરીતે મિક્સ કરી લો. ત્યારબાદ તે પેસ્ટને અપર લિપ્સ પર લગાવો. 30 મિનિટ બાદ આ પેસ્ટને હળવા હાથે હટાવી લો. અઠવાડિયામાં એકવાર આવું કરવાથી અપર લિપ્સના વાળ દૂર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp