લોકડાઉનમાં લોકોની વધી દાઢી અને વાળ, શું તેનાથી વધશે કોરોનાનો ખતરો?

PC: indiatimes.com

હાલમાં ફિલ્મી કલાકારોથી લઈ સામાન્ય લોકો વધેલી દાઢી અને વાળની સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જેને લઈને સામાન્ય લોકોના મનમાં એ સવાલ છે કે શું લાંબી દાઢી અને વધેલા વાળને લીધે કોરોના વાયરસનો ખતરો વધી જાય છે. તેનો જવાબ સીધી રીતે ના છે. પણ અમુક એક્સપર્ટ્સનું માનવું છે કે, લાંબા વાળ અને વધેલી દાઢીના કારણે કોરોના વાયરસ સંક્રમણનો ખતરો થોડા હદ સુધી વધી જાય છે.

વધેલા વાળથી ખતરો છે?

લોકડાઉનને લીધે લોકોના વાળ લાંબા થઈ ગયા છે. અમુક લોકોએ તો માથાનું મુંડન કરી દીધી છે અને મોટી સંખ્યામાં લોકો સેલૂન ખુલવાની રાહ જોઈ રહ્યા છે. કારણ કે લાંબા વાળો અને કોરોના વાયરસ સંક્રમણને લઈને સીધી રીતે કોઈ સ્ટડી થઈ નથી.

એક્સપર્ટ્સનું માનવું છે કે, જ્યાં સુધી તમે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી રહ્યા છો, ત્યાં સુધી લાંબા વાળને લઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એક્સપર્ટ્સ વારે વારે વાળોમાં હાથ લગાવવાની ના પાડી રહ્યા છે. માની લો તમારી આસપાસ સંક્રમિત વ્યક્તિને ખાંસી કે છીંકને લીધે વાળ પર વાયરસ આવી જાય તો તમને ઘરે પરત જઈને તેને ધોઈ શકો છો. પણ વારે વારે વાળોમાં હાથ લગાવવાને લીધે વાયરસ હથેળી પર આવી શકે છે. માટે માથા પર વારે વારે હાથ લગાવવો જોઈએ નહીં.

વધેલી દાઢીથી રિસ્ક શું છે

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટની એક રિપોર્ટ અનુસાર, વધેલી દાઢીને લઈ એક્સપર્ટ્સમાં પહેલેથી જ ચર્ચા છે. વધેલી દાઢીમાં બેક્ટેરિયા હોવાને લઈને એક્સપર્ટ્સના વિચાર જુદા જુદા છે. તેમના અનુસાર, એવી ઘણી રિસર્ચ છે જે સાબિત કરે છે કે વધેલી દાઢીમાં વધારે જર્મ્સ અને બેક્ટેરિયાનો ખતરો હોય છે. જો કોઈ સંક્રમિત જગ્યાને સ્પર્શ કર્યા પછી કોઈ વ્યક્તિ પોતાની દાઢીને સ્પર્શ કરે છે, તો જર્મ્સ કે બેક્ટેરિયા ત્યાં રહી જાય છે. આવું જ કોરોના વાયરસ સાથે પણ સંભવિત છે. જોકે, ક્લિન શેવ સ્કિનની સાથે પણ આ સંભવ છે પણ ક્લિન શેવ સ્કિનને સાબુથી ધોઈ લીધા પછી તેની સંપૂર્ણ રીતે સાફ થવાની સંભાવના વધારે છે.

દાઢીની જુદી જુદી સ્ટાઈલ પર ખતરોઃ

CDCએ 35 સ્ટાઈલની એક લિસ્ટ બહાર પાડી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે દાઢી રાખવાથી માસ્ક પહેરવામાં મુશ્કેલી થાય છે અને તે સંપૂર્ણ રીતે સ્કિનને સ્પર્શી શકતું નથી. પૂરી રીતે સ્કિન ફિટ માસ્ક ન હોવાના કારણે શરીરમાં બેક્ટિરીયા પ્રવેશ કરી શકે છે અને કોરોના વાયરસનો ખતરો વધી શકે છે.

હાલમાં જે રીતની પરિસ્થિતિ છે, તેમાં માસ્ક વિના બહાર જવું જોઈએ નહીં. જે પણ લોકોના ચહેરા પર ગાઢ દાઢી છે, તેમને માસ્ક પહેરવામાં ઘણી રીતની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp