કરીનાથી લઈને દીપિકા સુધી, જાણો આ અભિનેત્રીઓની ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય

PC: pinkvilla.com

સેલિબ્રિટી હોય કે પછી સામાન્ય વ્યક્તિ, કોરોના કાળમાં તમામે પોતાના ઘરે જ રહીને પોતાની જુની હોબીઝ રીએક્સપ્લોર કરવાથી લઈને નવી-નવી વસ્તુઓ ટ્રાય કરવા સુધી ઘણુ બધુ કર્યું. જોકે, એક બાબત જે મોટાભાગના લોકો સાથે કોમન રહી તે હતી પોતાની ફિટનેસ અને સ્કીનનું ધ્યાન રાખવું. સારું કુકિંગ કરવાની વાત હોય કે પછી પોતાના ચહેરાનું ખાસ ધ્યાન રાખવાની, બોલિવુડ સેલેબ્સ હંમેશાંથી જ લોકોને ઈમ્પ્રેસ કરતા રહે છે. છેલ્લાં કેટલાક મહિનાઓમાં આ બોલિવુડ દીવાઓએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને પોતાની સ્કીનનું ધ્યાન રાખવાની રીતો શીખવી છે. આજે અમે તમને એના વિશે જ જણાવી રહ્યા છીએ.

અલાયા ફર્નિચરવાલા ભલે બોલિવુડમાં હજુ નવી છે, પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ સક્રિય રહે છે. તેણે લોકડાઉનમાં લોકોને ફિટ રહેવાનાની તમામ રીતો જણાવી છે. થોડાં દિવસ પહેલા તેણે પોતાની ફીમેલ ફેન્સને ઘરે રહીને જ એક ફેસમાસ્ક બનાવવાની રીત જણાવી હતી, જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. અલાયાએ જણાવ્યું કે, કઈ રીતે કોફી, બ્રાઉન સુગર, ઓલિવ ઓઈલ અને થોડું દૂધ મિક્સ કરીને ઘરે જ કમાલની સ્કીન મેળવવા માટે ફેસમાસ્ક બનાવી શકાય છે.

દીપિકા પાદુકોણ પણ લોકડાઉનમાં પોતાની સ્કીનનું ખાસ ધ્યાન રાખી રહી છે અને તેણે પણ ગ્લોઈંગ સ્કીન માટેની રીત જણાવી હતી. થોડાં દિવસ પહેલા તેણે પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે સિલ્વર શીટ ફેસમાસ્ક લગાવ્યો હતો. સિલ્વર શીટ ફેસમાસ્કથી લઈને પોતાના ડાયટ સુધી દીપિકા પોતાની સ્કીનનું ધ્યાન રાખવાની બાબતમાં ખૂબ જ સીરિયસ છે.

કરીના કપૂર ખાન પોતાની સ્કીનનું ધ્યાન રાખવા માટે નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. લોકડાઉન દરમિયાન તેણે પણ પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે ચંદન, વિટામિન ઈના કેટલાક ડ્રોપ્સ અને હળદર મિક્સ કરીને એક ફેસ માસ્ક બનાવ્યું હતું.

લોકડાઉનમાં સોનમ કપૂરે પણ ફેસમાસ્ક લગાવીને પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટામાં સોનમ યુનિકોર્ન હેરબેન્ડ સાથે દેખાઈ હતી અને તેણે પોતાના ચહેરા પર મિંટ ક્લે ફેસમાસ્ક લગાવ્યો હતો.

ઉર્વશી રૌતેલા પણ અન્ય તમામ અભિનેત્રીઓની જેમ જ પોતાની સ્કીનનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેણે હાલમાં જ એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે હાઈડ્રેશન ફેસ માસ્ક લગાવ્યું હતું.

હુમા કુરેશીએ પણ પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ઓર્ગેનિક ફેસ માસ્ક સાથે દેખાઈ હતી. ઉલ્લેખનીય છે કે, તમામ એક્ટ્રેસીઝ પોતાની સ્કીનનું ધ્યાન રાખવા માટે કંઈક ખાસ અજમાવતી રહે છે અને ફેન્સને પણ તેની ટિપ્સ આપતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp