બનારસી સાડીની કરવી છે ખરીદી, તો આ વાતો રાખો ધ્યાનમાં

PC: southindiafashion.com

લગ્ન દરેક છોકરીઓ માટે ખાસ હોય છે. તેમણે પોતાના આ ખાસ દિવસ માટે જાણે કેટલીય તૈયારીઓ કરીને રાખે છે અથવા તો પોતાના લગ્નમાં શું કરશે અને કેવી રીતે કરશે તેનું પણ પ્લાનિંગ કરતી હોય છે. તેમ છત્તાં પણ લગ્ન પ્રસંગમાં નાની મોટી ભૂલો થતી હોય છે. પરંતુ આજકાલના સમયમાં પહેલેથી લગ્નમાં કોણ શું પહેરશે તે અંગે નક્કી કરી દેવામાં આવે છે. હવે તો બ્રાઈડ અને ગ્રુમ પોતાના કપડાંની ખરીદી સાથે જ કરતા હોય છે જેથી લગ્નમાં પરફેક્ટ જોડી લાગે અને ફોટા પણ સારા આવે. લગ્નમાં દરેક ફંકશન માટેના કપડાં સિવાય વધારાના કપડાંની પણ શોપિંગ કરવી પડતી હોય છે.

જેમાં સાડીઓનો પણ સમાવેશ થાય છે. સાડીમાં પણ આજકલ ઘણા ઓપ્શન મળે છે. પરંતુ ટ્રેડિશનલ લુક માટે મહિલાઓ અને ખાસ કરીને નવ પરણિત અથવા જેના લગ્ન થવાના છે તેવી યુવતીઓ બનારસી સાડીની શોપિંગ જરૂરથી કરતી હોય છે. બનારસી સાડી એવી સાડી છે જેની ફેશન ક્યારેય જતી નથી. તમે કોઈ પણ પ્રસંગમાં પહેરશો તો એ સારી જ લાગશે. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવુડની અભિનેત્રીઓમાં પણ બનારસી સાડીનો ક્રેઝ જોવા મળ છે. પછી તે અનુષ્કા શર્મા હોય કે વિદ્યા બાલન કે એશ્વર્યા રાય. દરેક માનુનીઓ જાહેરમાં પોતાનો બનારસી સાડી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી જોવા મળે છે. જો તમારે પણ બનારસી સાડીની ખરીદી કરવી હોય તો કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

બનારસી સાડી ખરીદતા પહેલા તમને જાણ હોવા જોઈએ કે બનારસી સાડી કેટલા પ્રકારમાં મળે છે. હાલમાં માર્કેટમાં બનારસી સાડીની ઘણી ડિઝાઈનો મોજૂદ છે. જેમાં શટ્ટીર બનારસી, કોરા બનારસી, જ્યોર્જેટ બનારસી, જાંગલા બનારસી, તનચોઈ બનારસી કટવર્ક બનારસી, બૂટીદાર બનારસી સાડીનો સમાવેશ થાય છે. જો તમે હાલમાં જ પરણેલા હોવ અથવા તમારા લગ્ન થવાના હોય તો બનારસી સાડી ખરીદતી વખતે તેના રંગનું ખાસ ધ્યાન રાખવું પડશે. મોટેભાગે બનારસી સાડીમાં ડાર્ક કલર જ સારા લાગે છે. લાઈટ કલર્સમાં બનારસી સાડીનો જોઈએ તેવો લૂક આવતો નથી.

બનારસી સાડી ખરદતી વખતે તમારાનું બોડીનું ટાઈપ કયું છે તે ચોક્કસથી ધ્યાનમાં રાખવું જોઈએ. જો તમે પાતળા હોવ તો ભારી બનારસી સાડી પસંદ કરવી જોઈએ અને જો તમારી શરીર થોડું ભરાવદાર હોય તો વજનમાં લાઈટ હોય તેવી સાડી પસંદ કરવી જોઈએ જેથી તમે તેમાં પાતળા દેખાવાની સાથે તમારી પર સૂટ પણ થશે. તમે મોટા પ્રિન્ટવાળી સાડી પણ પસંદ કરી શકો છો. બનારસી સાડી દેખાવમાં જેટલી સારી છે તેટલી જ તેની કિંમત પણ હોય છે. માર્કેટમાં પાંચ હજારથી લઈને એક લાખ સુધીની બનારસી સાડીઓ મળે છે. માટે તમારે તમારા બજેટને ધ્યાનમાં રાખીને બનારસી સાડીની શોપિંગ કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp