અરબ ફેશન વીકમાં બે વાર શો સ્ટોપર બનેલી ઉર્વશી રૌતેલાએ 40 કરોડનું ગાઉન પહેર્યું

PC: instagram.com/urvashirautela/

પૂર્વ મિસ યુનિવર્સ અને એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સમગ્ર દુનિયામાં પોતાની સુંદરતાનો જલવો બતાવી ચૂકી છે. હાલમાં જ ઉર્વશીએ અરબ ફેશન વીકમાં ભાગ લીધો છે. આની સાથે જ તે અરબ ફેશન વીકમાં બે વાર પોતાની ઉપસ્થિતિ નોંધાવનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. પણ ઉર્વશીના આ ફેશન વીકથી વધુ ચર્ચા તેના ગાઉનની થઇ રહી છે.

ઉર્વશીએ પહેર્યો રૂ.40 કરોડનું ગાઉન

ઉર્વશીએ અરબ ફેશન વીકમાં હાઈ થાઈ સ્લિટ ગોલ્ડન ગાઉન પહેર્યું છે. હીરા-ઝવેરાતથી બનેલા આ ગાઉનમાં ઉર્વશી મહારાણી જેવી દેખાઈ રહી છે. માથાથી લઈને પગ સુધી બનેલા આ ગાઉનમાં ઉર્વશીનું રૂપ જોવાલાયક હતું. તેનો લૂક તો શાનદાર હતો જ, પણ વિશેષ વાત એ હતી કે ઉર્વશીના આ ગાઉનની કિંમત રૂ.40 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે.

એક રિપોર્ટના અનુસાર ઉર્વશીએ રૂ.40 કરોડનું ક્લિયોપેટ્રા રિયલ ગોલ્ડ એન્ડ ડાયમંડ આઉટફિટ પહેર્યો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by #RAM MISHRA (@photographerrammishra)

આ પ્રખ્યાત ડિઝાઈનરે તૈયાર કર્યો ડ્રેસ

કરોડો રૂપિયામાં આ ગાઉનમાં ઉર્વશી સુંદર લાગી રહી હતી. તેના હેડગિયર અને ગાઉનને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર Ferne One Amantoએ ડિઝાઇન કર્યું છે. Amantoએ બિયોન્સે અને જેનિફર લોપેઝ જેવા ઇન્ટરનેશનલ સ્ટાર્સના કપડાઓ પણ ડિઝાઇન કર્યા છે.

એક્ટ્રેસે પોતાના ફોટોશૂટના વીડિયો પણ શેર કર્યા છે. વીડિયોની સાથે ઉર્વશીએ લખ્યું કે, ‘આજે મારું હૃદય મારા દેશ માટે કૃતજ્ઞતા અને ભાવનાઓથી ભરાઈ ગયું છે.’ આની સાથે જ ઉર્વશીએ @arabfashionweek અને @amantoofficialને આ પ્રખ્યાત ઇન્ટરનેશનલ ફેશન વીકમાં બે વાર શો સ્ટોપરની જગ્યા આપવા માટે આભાર વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp