કાણાવાળા જેકેટના 1 લાખ 39 હજાર, બ્રાન્ડની ઉડાવવામાં આવી મજાક

PC: aajtak.in

પેરિસની લક્ઝરી ફેશન હાઉસ બેલેંસિયાગા દુનિયાભરમાં જાણીતી છે. મોટા મોટા સેલિબ્રિટી આ બ્રાન્ડના કપડાં પહરેવાનું પસંદ કરે છે. સ્ટાઈલ સ્ટેટમેન્ટ વધારવા માટે લોકોને બેલેંસિયાગાના કપડાં, શૂઝ અને બેગના નવા ડિઝાઈન માટે ઘણી રાહ જોતા હોય છે. જોકે પોતાના લેસ્ટેટ ઓફરના કારણે સોશિયલ મીડિયા પર બેલેંસિયાગાને ટ્રોલ થવું પડી રહ્યું છે.

અસલમાં બેલેંસિયાગાએ એક એવી વણેલું હુડી જેકેટ કાઢ્યું છે જેમાં ઘણા કાણાં છે. આ હુડી જેકેટની કિંમત 1350 પાઉન્ડ એટલે કે 139163 રૂપિયા છે. સોશિયલ મીડિયા પર બ્રાન્ડના આ ઓફરની ઘણી આલોચના થઈ રહી છે. 100 ટકા પોલિએસ્ટરમાંથી બનેલી બ્લૂ કલરનું અને લાલ કલરના આ જેકેટમાં છાતી, હાથ, પાછળ અને નીચેની તરફ કાણાં બનાવવામાં આવ્યા છે. ટ્વિટરના એક યુઝરે આ જેકેટનો ફોટો શેર કરતા લખ્યું છે, માત્ર 1 લાખ 39 હજાર રૂપિયામાં તમે આવા દેખાઈ શકો છો.

આ કપડાં એવા લાગશે કે જાણે તેને કુતરાએ કરડી ખાધા છે. જ્યારે અન્ય એક યુઝરે આ કપડાંની સરખામણી બિન બેગ સાથે કરી હતી. કંપનીએ આ જેકેટની સાથે ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે- જ્યાં સુધી ડિઝાઈનની વાત છે બેલેંસિયાગા કપડાંની સાથે પ્રયોગ કરવામાં ક્યારેય પાછળ પડ્યું નથી. આ જેકેટમાં બનેલા કાણાં અંદર પહેરનારા કપડાંને ક્લિયર જોઈ શકાય છે. જીન્સમાં મોટા મોટા હોલ, હેમ શર્ટ અને ફેડેડ કેપ આ બ્રાન્ડની ઓળખ છે. બેલેંસિયાગાની સ્થાપના સ્પેનમાં ક્રિસ્ટબસ બેલેંસિયાગાએ કરી હતી.

ક્રિસ્ટોબલને ધ કિંગ ઓફ ફેશન તરીકે ઓળખવામાં આવે છે. ફ્રાન્સના જાણીતા ફેશન ડિઝાઈનર ક્રિશ્ચિયન ડાયરે તેને દુનિયાના માસ્ટર તરીકે પરભાષિત કર્યું હતું. આ બ્રાન્ડ પહેલા પણ પોતાના અજીબોગરીબ ફેશનને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. ગયા વર્ષે પોતાના અનોખા ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી લઈને પણ આ બ્રાન્ડનો ઘણો મજાક બનાવવામાં આવ્યો હતો. જેમાં કુતરાની મોટી હુડી પહેરાવીને તેનું બ્રાન્ડ પ્રમોશન કરવામાં આવ્યું હતું. અન્ય એક પોસ્ટમાં આ બ્રાન્ડના ઈયરરીંગના પ્રમોશન માટે લીંબુને પસંદ કરવામાં આવ્યું હતું. આ લીબુંને  આંખ, નાક અને મોઢું લગાવીને મોડલના રૂપમાં દેખાડી હતી. આવી જ રીતે એક વેસ્ટકોટ પહેરીને મોડલે તેના ખિસ્સામાં શાકભાજી અને ફળ લાવીને તેનું પ્રમોશન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp