ધનતેરસના દિવસે સાંજે કરો આ 5 કામ થશે ધન લાભ

PC: vedicfeed.com

આજ ધનતેરસ છે. તેને ધન ત્રયોદશી પણ કહેવાય છે. આ દિવસે આયુર્વેદના દેવતા ભગવાન ધનવંતરીના જન્મદિવસના રુપમાં પણ માનવામાં આવે છે. ધનત્રયોદશી પર ભગવાન ધનવંતરી, ધનકુબેર,શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની સાથે પૂજા કરવામાં આવે છે. આ તહેવાર પર સાંજના સમયે કયુ કાર્ય આપણે બધાએ કરવુ જોઇએ જેથી જીવનમાં સુખ સંપત્તિ બની રહે. તો આવો જાણીએ.

1.દક્ષિણ દિશામાં દીવો કરો એમાં એક કૌડી રાખો.

આજ સાંજે પ્રદોષકાળની પૂજા કર્યાબાદ ચારમુખી દીવો પ્રગટાવીને તેને ઘરના મુખ્ય દ્રાર પર દક્ષિણ દિશામાં રાખો. આ દિવામાં એક રુપિયો, કૌડી અને એક ગોમતી ચક્ર મૂકી દો. જો કૌડી અને ગોમતી ચક્ર ના હોય તો એક રુપિયો તો ખાસ મૂકો.

2.યમરાજ અને ભગવાન ધનવંતરીની પૂજા કરો.

આજ સાંજે પૂજા દરમ્યાન સૌથી પહેલા વિઘ્નહર્તા ભગવાન ગણપતિની પૂજા પછી લક્ષ્મીજીની પૂજા આરતી કરો. એની સાથે આજે ભગવાન ઘનવંતરીની પૂજા વિશેષ રુપથી કરવી જોઇએ. કુબેર,યમરાજ અને ધનવંતરીની પૂજા વગર આજનો દિવસ અધુરો માનવામાં આવે છે.

3.ખરીદી કરવા જાઓ તો ઘરને સુનુ ન મૂકો.

આજ જ્યારે પણ તમે ખરીદી કરવા જાઓ તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પ્રદોશ કાળ એટલે કે સાંજના સમયે ધરને સુનુ ન મૂકો. પરિવારનો કોઇને કોઇ સદસ્ય સાંજે ધરે જરુર થી રહે.

4. એક દીવો પીપળે કરો.

ધનતેરસના દીવસે પીપળના ઝાડની નીચે પ્રગટાવીને જરુરથી મૂકો. જો તમારા ઘરની આસપાસ કોઇ પીપળાનું ઝાડના હોય તો કોઇ સુમસાન જગ્યાએ પ્રગટાવીને મૂકી આવો.

5.આખા ધાણા જરુરથી ખરીદો.

આજે ખરીદી કરતી વખતે તમે આખા ધાણા જરુર ખરીદો. આજે આ તમારી ખરીદારીનો અભિન્ન અંગ હોવો જોઇએ. ધાણા ખરીદીને સાંજની પૂજામાં રાખો અને દિવાળીની પૂજા સુધી અને મંદિરમાં જ રાખો, દિવાળી બાદ તેને ઘરના ગાર્ડન,બગીચા અથવા કુંડામાં વાવો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp