ભાઈને રાખડી બાંધતી વખતે આ મંત્રનું કરવું ઉચ્ચારણ

PC: google.com

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે અને બજારો રંગબેરંગી રાખડીઓથી ઊભરાઈ રહ્યાં છે. બહેનોએ પોતાનાં ભાઈઓ માટે રાખડીઓ ખરીદવાની શરૂઆત કરી દીધી છે અને જેમનાં ભાઈ દૂર રહે છે, તેમને કુરિયર કે પછી પોસ્ટ દ્વારા રાખડીઓ મોકલી આપી છે જેથી રક્ષાબંધનનાં દિવસે ભાઈનો હાથ ખાલી ન રહે. ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનો આ તહેવાર આ વખતે 26મી ઓગસ્ટે ઉજવાશે.

રક્ષાબંધનનાં દિવસે બહેન પોતાનાં ભાઈ માટે ખાસ રાખડી ખરીદે છે, જે તેમનાં સ્નેહ અને પ્રેમનું પ્રતીક હોય છે. રાખડીને રક્ષાસૂત્ર પણ કહેવાય છે. માન્યતા છે કે આ રક્ષાસૂત્ર કોઈપણ મુસીબતથી ભાઈનું રક્ષણ કરે છે અને રાખડી બાંધ્યા બાદ ભાઈ પોતાની બહેનનું રક્ષણ કરવાનું વચન આપે છે.

ભાઈને રાખડી બાંધતી વખતે આ મંત્રોનું ઉચ્ચારણ કરવું...

ભાઈને રાખડી બાંધતી વખતે બહેન એક મંત્રનું ઉચ્ચારણ કરી શકે છે.

યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ । 
તેન ત્વાં અભિબન્ધામિ રક્ષે મા ચલ મા ચલ ।।

ભાઈનાં હાથમાં રાખડી બાંધતી વખતે બહેને પૂર્વાભિમુખ (પૂર્વ દિશા તરફ મોઢું રાખીને) બેસીને ભાઈનાં કપાળ પર કંકુ, ચંદન અને ચોખાનો ચાંદલો કરી આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp