શાળામાં નવરાત્રી વેકેશનને લઇને 10 દિવસમાં 3 વાર નિર્ણય બદલાયો, જાણો ફાઇનલ નિર્ણય

PC: khabarchhe.com

ગુજરાત સરકાર નવરાત્રી વેકેશનને લઇને દર અઠવાડિયે નિર્ણય બદલી રહી છે, ત્યારે હવે આજે ગુરુવારના રોજ ગુજરાત સરકારે શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશન નહીં આપવાનો નિર્ણય કર્યો છે અને દિવાળીનું વેકેશન 21 દિવસનું રહેશે તેવી જાહેરાત કરી દીધી છે.

આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટે બે મહત્ત્વના નિર્ણય કર્યા છે. એક એ જેની જાહેરાત હું બે દિવસ પહેલા કરી ચૂક્યો છું કે ઉનાળાનું વેકેશન લંબાવાનું નથી. બીજો નિર્ણય નવરાત્રીનું જે વેકેશન આપવાનો નિર્ણય કર્યો હતો, તેમાં કેબિનેટે નિર્ણય કર્યો છે કે હવે નવરાત્રીનું વેકેશન જે 2018મા આપેલું, આ વખતે પણ જાહેરાત કરી હતી વેકેશન આપવાની, પરંતુ કેબિનેટ સર્વોપરી છે, કેબિનેટમાં ચર્ચા-વિચારણાના અંતે આવેલી રજૂઆતના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટે નવરાત્રી વેકેશન નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, બાળકોના વાલીઓ અને શાળા સંચાલકોએ કેટલાય સમયથી રજૂઆત કરી રહ્યા હતા કે, નવરાત્રીનું વેકેશન ન આપવામાં આવે અને દિવાળીનું પૂરું વેકેશન આપવામાં આવે. પરંતુ થોડા દિવસ પહેલા  શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, કે આ વર્ષે પણ નવરાત્રી વેકેશન આપવામાં આવશે, પરંતુ ગુજરાત સરકારની કેબિનેટની મીટિંગમાં આ વાતને ફગાવી દેવામાં આવી છે અને નવરાત્રી વેકેશન કેન્સલ કરી દેવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે 24 મેના રોજ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, નવરાત્રી વેકેશન આપવામાં નહીં આવે, પરંતુ 28 મેના રોજ ચાર દિવસમાં જ નિર્ણય બદલાય ગયો હતો અને નવરાત્રી વેકેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે 6 જૂનના રોજ ફરી બદલીને નવરાત્રી વેકેશન ન આપવાનો ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp