નવરાત્રી વેકેશન મામલે ગુજરાત સરકારે ફરી લીધો મોટો નિર્ણય

PC: twitter.com

વર્ષ 2018–19ના   શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા  નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના  શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે  નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.30/9/2019 થી તા.7/10/2019 સાથે 8 (આઠ) દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.25/10/2019 થી તા.6/11/2019ના સમયગાળા દરમિયાન 13 (તેર) દિવસનું વેકેશન આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp