નવરાત્રીમાં ઘટસ્થાપન માટે ફક્ત આટલા સમયનું જ મુહૂર્ત

PC: aajtak.in

પિતૃપક્ષ પછી શારદીય નવરાત્રીનો શુભારંભ થશે. શારદીય નવરાત્રીમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રી 26મી સપ્ટેમ્બરથી લઇને 5મી ઓક્ટોબર સુધી રહેશે. નવરાત્રીની શરૂઆત પ્રતિપદા તિથીને અખંડ જ્યોતિ અને કળશ સ્થાપનાની સાથે થાય છે. પવિત્ર કળશની સ્થાપના બાદ જ દેવીની ઉપાસના કરવામાં આવે છે. તો આવો જાણીએ કે આ વર્ષે કળશ સ્થાપના માટે સાધકોને કેટલો સમય મળી રહ્યો છે.

આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ સોમવારે, 26મી સપ્ટેમ્બરના રોજ સવારે 3 વાગીને 23 મિનિટથી પ્રારંભ થશે અને મંગળવાર, 27મી સપ્ટેમ્બરના રોજ સવારે 3 વાગીને 8 મિનિટ પર સમાપ્ત થશે. શારદીય નવરાત્રીમાં દેવીની પૂજા પહેલા 26મી સપ્ટેમ્બરના રોજ ઘટ સ્થાપના થશે. આ દિવસે સવારે 6 વાગીને 28 મિનિટથી લઇને 8 વાગીને 1 મિનિટ સુધી કળશ સ્થાપના કરી શકાશે. ઘટ સ્થાપના માટે સાધકોને પૂરો 1 કલાક અને 33 મિનિટનો સમય મળી રહ્યો છે. જે ઘરોમાં લોકો વ્રત રાખવા માગે છે, ત્યાં એક કલાકની અંદર કળશ સ્થાપના કરવી પડશે.

જે લોકો કોઇ કારણસર નક્કી મુહૂર્ત પર સ્થાપના નથી કરી શકતા, તેઓ અભિજીત મુહૂર્તમાં પણ તેઓ કામ કરી શકે છે. અભીજીત મુહૂર્તમાં ઘટ સ્થાપના કરવી પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે સવારે 11 વાગીને 54 મિનિટથી લઇને 12 વાગીને 42 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. એટલે કે, અભિજીત મુહૂર્તમાં પણ તમને કળશ સ્થાપિત કરવા માટે 48 મિનિટનો સમય મળશે.

શારદીય નવરાત્રીના પહેલા દિવસે ઘટ સ્થાપના કરવાનું વિધાન છે. ઘટ સ્થાપનાનો મતલબ એ છે કે, કળશની સ્થાપના કરવી. આ દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડા પહેરો. પહેલા કળશને ગંગા જળથી ભરો. તેના મુખ પર આસોપાલવના પાંદડા લગાવો અને ઉપર નારિયેળ મૂકો. કળશને લાલ કપડાથી લપેટો અને નાડાછડીના માધ્યમથી તેને બાંધો. હવે તેને માટીના વાસણની પાસે મૂકો. ફૂલ, કપૂર, અગરબત્તી, જ્યોતની સાથે પંચોપચાર પૂજા કરો. હવે પૂર્ણ વિધિ અનુસાર, શુભ મુહૂર્તમાં કળશને સ્થાપિત કરો.

ત્યાર બાદ માતાનું સ્વાગત કરીને માતાની પાસે સુખ સમૃદ્ધિની કામના કરો. નવ દિવસો સુધી માતા દુર્ગાના ચમત્કારી મંત્રોનો જાપ કરો. માતા દુર્ગાની પ્રતિમાને લાલ રંગના વસ્ત્રમાં રાખો. માટીના વાસણમાં જવના બીજ વાવો અને નવી સુધી પ્રતિદિવસ પાણીનો છંટકાવ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp