આ ગામમાં મનાવવામાં આવે છે ઢેલા માર હોળી, તેને જોવા દૂર-દૂરથી આવે છે લોકો

PC: abplive.com

હોલિકા દહનની સાથે જ ઝારખંડમાં પણ આખો માહોલ હોલીમય થઈ ગયો છે. પરંતુ, લોહરદગા જિલ્લા અંતર્ગત બરહી ચટકપુર ગામમાં વર્ષો જૂની પરંપરા અનુસાર એવી હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે જેની ચર્ચા હવે દૂર-દૂર સુધી થાય છે. વર્ષોથી ચાલી આવી રહેલી પરંપરા અનુસાર, ગામના મેદાનમાં દાટવામાં આવેલા એક વિશેષ થાંભલાને હાથ લગાવવા અને ઉખાડવાની હરિફાઈ વચ્ચે માટીના ઢેફાંનો વરસાદ કરવામાં આવે છે.

પરંપરા એ છે કે, હોલિકા દહનના દિવસે પૂજા કર્યા બાદ ગામના પૂજારી મેદાનમાં થાંભલો દાટી દે છે અને બીજા દિવસે તેને ઉખાડવા અને પથ્થર મારવાના ઉપક્રમમાં ભાગ લેવા માટે ગામના તમામ લોકો ભેગા થઈ જાય છે. માન્યતા એ છે કે, જે લોકો પથ્થરોનો માર ખાવાનો ડર છોડીને દાટવામાં આવેલા થાંભલાને ઉખાડવા માટે આગળ વધે છે, તેમને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ લોકો સત્યના માર્ગ પર ચાલનારા માનવામાં આવે છે.

ગામના લોકોનું કહેવુ છે કે, આ પથ્થર માર હોળીમાં આજ સુધી કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત નથી થયુ. ખાસ વાત એ છે કે, આ રમતમાં ગામના મુસ્લિમો પણ ભાગ લે છે. હવે તો આ હોળી એટલી પ્રખ્યાત થઈ ગઈ છે કે, આસપાસના જિલ્લાના લોકો પણ મોટી સંખ્યામાં આ હોળી જોવા માટે પહોંચે છે. દાટેલો થાંભલો ઉખાડવા અને પથ્થર ફેંકવાની આ પરંપરાની પાછળ કોઈ ષડયંત્ર નથી થતું, તેનાથી ઉલટ ગામના લોકો ગેમની જેમ ભાઈચારાની ભાવના સાથે આ પરંપરાનો નિર્વાહ કરે છે.

લોહરદગાના એક વૃદ્ધ મનોરંજન પ્રસાદ જણાવે છે કે, વીતેલા કેટલાક વર્ષોમાં બરહી ચટકપુરની આ હોળીને જોવા માટે લોહરદગા ઉપરાંત આસપાસના જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. પરંતુ, તેમા માત્ર આ ગામના લોકોને જ ભાગ લેવાની પરવનાગી હોય છે. આ પરંપરા સેંકડો વર્ષોથી ચાલતી આવી રહી છે.

ગામ લોકોના જણાવ્યા અનુસાર, આ પરંપરાની શરૂઆત હોળી પર ગામમાં આવનારા જમાઈઓ સાથે મસ્તી કરવાની રીતથી શરૂ થઈ હતી. ગામના લોકો જમાઈને થાંભલો ઉખાડવાનું કહેતા હતા અને મજાકની રીતે તેમના પર પથ્થર ફેંકવામાં આવતા હતા. બાદમાં ગામના તમામ લોકો આ રમતનો હિસ્સો બની ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp