હોળી/ધૂળેટી અંગે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું

PC: Khabarchhe.com

આગામી હોળી/ધૂળેટીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રીત થવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. જેને ધ્યાને લેતા પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા તા.28/3/21 અને 29/3/2021 દરમિયાન અમુક પ્રતિબંધિત કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામા અનુસાર પોલીસ કમિશરેટ વિસ્તારમાં હોળીના તહેવાર દરમિયાન પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકશે. હોળી પ્રદક્ષિણા સાથે ધાર્મિકવિધિ પણ કરી શકશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબધમાં પ્રવર્તમાન ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

ધૂળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમ કરી શકાશે નહી. હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન કોઈ પણ વ્યકિતએ જાહેર જગ્યાએ આવતા જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો, મિલ્કતો, વાહનો ઉપર તેમજ વાહનોમાં જતા આવતા નાગરિકો ઉપર કાદવ, કિચડ, રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી, તૈલી તથા આવી બીજી કોઈ વસ્તુઓ નાખવી નંખાવવી નહી. તહેવાર દરમિયાન પૈસા(ગોઠ) ઉધરાવવા નહીં અથવા બિજા કોઈ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર જતા રાહદારી, વાહનો રોકવા નહી. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp