વર્ષો પછી પોરબંદરમાં લોકમેળો ચકડોળ વગર જોવા મળશે, આ છે કારણ

PC: staticflickr.com

આ વર્ષે જન્માષ્ટમીના અવસર પર પોરબંદરનો લોકમેળો ચકડોળ વગર જ જોવા મળે તો નવાઈ નહીં કારણ કે, અમદાવાદના કાંકરિયા તળાવ પર રાઈડ દુર્ઘટના પછી સરકાર દ્વારા રાઈડને લઇને અલગ અલગ 11 જેટલા નવા નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે અલગ અલગ વિસ્તારોમાં યોજાતા લોકમેળાઓમાં આ નિયમોનું પાલન કરવાને લઇને રાઈડના સંચાલકો અને તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

આ સમગ્ર મામલે પોરબંદરમાં રાઈડના સંચાલકોએ મેળાનો બહિષ્કાર કર્યો છે અને તેઓએ આપેલી ડીપોઝીટ પરત માંગી છે. સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે, તે નાની રાઈડ અને મોટી રાઈડ બંને માટે લાગુ પડે છે. ત્યારે નાની નાની રાઈડ ચલાવતા સંચાલકો પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. કારણ કે, હવે તેમની રોજી રોટી પર એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.

ચકડોળના સંચાલકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ગઈ કાલે જે બેઠક હતી તેમાં અમે કહ્યું હતું કે, અમને નિયમમાં કોઈ છૂટછાટ આપવામાં આવે. ત્યારે અધિકારીઓએ કિધુ કે, કોઈ છૂટછાટ આપવામાં આવી નથી, તમારે તમામ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું પડશે એટલે અમે કહ્યું કે, સમય ઓછો છે અને 11 નિયમોનું અમે પાલન કરી શકીએ તેમ નથી. તેથી અમે અધિકારીઓને લેખિતમાં અરજી આપીને લોકમેળાનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો છે. જેના કારણે વર્ષો પછી પોરબંદરમાં પહેલી વાર ચકડોળ વગરનો લોકમેળો લોકોને જોવા મળશે.

આ બાબતે સરકારી અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચકડોળ સંચાલકોનું કહેવું એવું છે કે, સરકારે જે નિયમો બનાવેલા છે, તે નિયમો તેઓ પરિપૂર્ણ કરી શકે તેમ નથી, એટલે નગરપાલિકા દ્વારા ચકડોળની હારાજીની મોકૂફ રાખવામાં આવેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp