ડાંગ જિલ્લામાં મકરસંક્રાંતિ દરમિયાન આ નિયમોનું પાલન કરવું પડશે

PC: Khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં જણાવ્યા મુજબ ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી.કે.ડામોર દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન સમગ્ર ડાંગ જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ/ફાન્સ ઉપરાંત ચાઇનીઝ માંજા,નાયલોન/પ્લાસ્ટિક/સિન્થેટીક દોરીઓના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના એક હુકમ સહિત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ અન્વયે દિશા નિર્દેશ જારી કરતા ટી.કે.ડામોરે આવા પદાર્થોના ઉપયોગથી પશુ, પંખી તેમજ પર્યાવરણને થતુ નુકશાન અટકાવવા તથા આગજની કે તેવી કોઈ અન્ય દુર્ઘટના ન બને તે માટે આવી ચીજવસ્તુઓ સહિત નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનીકારક પદાર્થોથી કોટિંગ કરેલી દોરી તેમજ પતંગ ચગાવવા માટે ઉપયોગમા લેવાતા અન્ય હાનીકારક પદાર્થોના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાની હદમા ઇલેક્ટ્રિક રમકડા, દ્રોન કેમેરાના ઉપયોગ અંગે પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

ગિરિમથક સાપુતારાના નોટીફાઈડ વિસ્તાર સહિત સમગ્ર ડાંગ જિલ્લામા તા.20/1/2021 સુધી અમલી આ હુકમનો અનાદર, ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે, તેમ પણ વધુમા જણાવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp