લોકડાઉનઃ જુઓ જૈન સમાજમાં વર્ષી તપના પારણા કેવી રીતે કરાયા

PC: Khabarchhe.com

કોરાના વાયરસને કારણે દેશભરમાં લોકોડોઉનનો અમલ કરી રહ્યા છે અને ઘરમાં રહીને સાદાઇથી તહેવારની ઉજવણી કરી રહ્યા છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પણ કહ્યું હતું કે ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે અને બહાર આવીને સ્વજનો સાથે ઉત્સવ મનાવે છે. પણ લોકડાઉનમાં લોકો સંયમ રાખીને બધા તહેવારો ઘરમાં રહીને સાદાઇથી ઉજવી રહ્યા છે જે ભારતીય સંસ્કૃતિનું ઉચ્ચત્તમ પ્રતિક છે.સુરતમાં પણ જૈનસમાજના એક પરિવારે વર્ષી તપના પારણાં ઓનલાઇન કરીને ધાર્મિક ઉત્સવને ઘરમાં રહીને મનાવ્યો હતો.પારણાં ઓનલાઇન કરાયા હોવાની કદાચ આ પહેલી ઘટના હશે.

જૈન પરંપરામાં વર્ષીતપનું મહત્વ અનેરું છે.પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથજી ને સહજ રીતે થયેલ 400 ઉપવાસ ને આદર્શ રાખી ને 13 મહિનાના એકાંતરે ઉપવાસ ની તપસ્યાને વર્ષી તપ કહેવાય છે.જેનું પારણું અક્ષય તૃતીયા ના શેરડી રસ થી પાલીતાણા કે હસ્તીનાપુર માં કે સમૂહમાં ધામધૂમથી થી કરવામાં આવે છે.વર્તમાન ની લોક ડાઉન ની પરિસ્થિતિમાં આ પારણા સહુ ના  ઘરે જ યોજવા માં આવ્યા હતાં.

જૈન અગ્રણી અને લેખક શ્રેણીક વિદાણી ના પત્ની સોનલબેને પણ વર્ષી તપ કરેલ જેના પારણામાં  સ્નેહીઓ જોડાઈ શકે તે માટે ઓનલાઈન પારણા યોજાયા હતા જેમાં વિડીઓ કોંફરન્સ ની મદદ થી દૂર, સુદૂર ના સ્નેહીઓ એ પારણા કરાવ્યા હતા.ઓનલાઈન પારણાનો જૈન સમાજ માં આ પ્રથમ જ અવસર હતો. 

લોકડાઉને આપણી જીવન પદ્ધતિ બદલી નાંખી છે. રવિવારે જ આ વાતનો ઉલ્લેખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો કે લોકડાઉન દરમિયાન દેશભરમાં જુદા જુદા પર્વો જેવા કે વૈશાખી, અખાત્રીજ, ઇસ્ટર આવ્યા અને લોકોએ તેમની રીત ઉજવણી પણ કરી પરંતુ તે ઉજવણીમાં મોટા ફેરફારો આવી ગયા છે. ભવિષ્યમાં પણ હવે પર્વોમાં સાદાઇ આવી જશે કારણ કે એક વાયરસે આપણું જીવન બદલી નાંખ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp