બુધવારે સુરતમાં પણ રામલલ્લાની મહાઆરતી થશે જાણો કયાં?

PC: Khabarchhe.com

ઉત્તર પ્રદેશના અયોધ્યમાં 5 ઓગસ્ટને બુધવારે વડાપ્રધા મોદીના હસ્તે રામમંદિરના ભૂમિપૂજનની ભવ્ય તૈયારી ચાલી રહી છે તેની સાથે સાથે સુરતમાં પણ બુધવારે બપોરે 12 વાગે રામલલ્લાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કોરોના નેગેટીવ થયેલા લોકોને પ્લાઝમા ડોનેશન કરવાનો સંકલ્પ લેવામાં આવશે.દેશભરના લોકોમાં રામમંદિરના શિલાન્યાસનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

5મી ઓગસ્ટ 2020નો દિવસ ઇતિહાસના પાનાઓમાં ખાસ દિવસ તરીકે અંકિત થવાનો છે, કારણ કે વર્ષોની લડત પછી કરોડો હિંદુઓનું રામમંદિર નિર્માણનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે.અયોધ્યા નગરી ફરી એકવાર સજીધજીને નવપલ્લવ થઇ રહી છે.જાણે ફરી એકવાર રામ અયોધ્યા આવી રહ્યા હોય તેવી સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.3 માળના ભવ્ય રામ મંદિરના નિર્માણનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 5ઓગસ્ટે રાખવામાં આવ્યું છે.ત્યારે વિશ્વ હિંદુ પરિષદ પણ આ ઉત્સવમાં જોડાવાની તક છોડવા માંગતુ નથી.

 વિશ્વ હિંદુ પરિષદના મંત્રી કમલેશ કયાડાએ કહ્યું હતું કે આવતી કાલે વિશ્વ હિન્દૂ પરિષદ આયોધ્યામા ભગવાન રામના ભવ્ય મંદિરના શિલાન્યાસની સાથે સુરત મીનીબાઝાર ખાતે બપોરે ૧૨:૦૦ વાગ્યે રામલલ્લાની મહાઆરતીની સાથે રામભક્તો અને કારસેવકોને આયોધ્યાન શિલાન્યાસના સાક્ષી બનવાનો સંતોષ વ્યક્ત કરશે.  મહા આરતીની સાથે ૫૧ કોરોના નેગેટિવ થયેલ લોકોને પ્લસમાં ડોનેટ કરાવી કોરોના પોઝેટીવ લોકોના જીવ બચાવવાનો સંકલ્પ પણ કરશે

 પ્રવીણ ભાલાળાએ  કહ્યું હતું કે રામ મંદિરનો શિલાન્યાસ તમામ હિંદુઓ માટે  દિવાળીના ઉત્સવથી ઓછો નથી.બુધવારે રાત્રે તમામ હિંદુ સમાજના લોકો પોતાના ઘરે 5 દિવા પ્રગટાવે તેવી ભાલાળાએ વિનંતી કરી છે.

આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અલગ અલગ 27 જગ્યાએ ફટાકડા ફોડવામાં આવશે અને 51 કિલો સુખડીનો પ્રસાદ પણ વિતરીત કરાશે. વરાછાના માનગઢ ચોકને શણગારવામાં આવ્યો છે કારણ કે કારસેવા વખતે મુખ્ય આયોજન માનગઢ ચોકથી કરાયું હતું. આ ઉપરાંત સુરત સ્ટેશન નજીક જાપાન માર્કેટ સામે ટેકસટાઇલના વેપારીઓ પણ ફટાકડા ફોડવાના છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp