ચાંદ નીકળવા પર જ કેમ મનાવવામાં આવે છે ઇદ? આ છે કારણ

PC: freepressjournal.in

ભારતમાં તમામ મુસ્લિમો માટે આજની રાત ખુશીની રાત છે. દેશમાં આજે એટલે કે 3 મેના રોજ ઈદનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. તેની તૈયારીઓ આખા દેશમાં જોર શોરથી ચાલી રહી હતી. ઘણા દિવસોથી ઈદની નક્કી તરીખને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા. આ તારીખ ફિક્સ હોતી નથી. આવો તો આ આર્ટિકલમાં આપણે જાણીએ કે ઇદ કઇ રીતે નક્કી મનાવવામાં આવે છે. ઇદ મનાવવાની તારીખ ચંદ્ર દેખાવાના હિસાબે નક્કી થાય છે.

જે દિવસે ચંદ્ર દેખાય છે એ દિવસે ચાંદ મુબારક કહેવામાં આવે છે. ઇદ ઉલ ફિતરના દિવસે લોકો સવારે જલ્દી ઊઠીને નમાજ પઢે છે. ત્યારબાદ એક-બીજાને શુભેચ્છા આપવા સાથે ઈદની શરૂઆત થાય છે. ઈસ્લામિક કેલેન્ડર મુજબ શવ્વાલ મહિનાના પહેલો દિવસ ઇદ ઉલ ફિતર મનાવવામાં આવે છે. આ હિજરી કેલેન્ડરનો દસમો મહિનો હોય છે. ચંદ્ર આધારિત કેલેન્ડરમાં આ દિવસ દર વર્ષે 10-11 દિવસ વધી જાય છે. ઈદનો તહેવાર રમઝાનનો મહિનો પૂરો થયા બાદ મનાવવામાં આવે છે. મુસ્લિમોમાં રમઝાનનો મહિનો સૌથી પવિત્ર માનવામાં આવે છે.

શું કહે છે ઈસ્લામિક માન્યતા?

ઈસ્લામિક કિસ્સાઓ મુજબ મુહમ્મદ સાહેબ જ્યારે મક્કાથી મદીના ફર્યા હતા તો હિજરી કેલેન્ડરની શરૂઆત થઈ હતી. તેમણે ચંદ્ર નજર આવવા અને ગાયબ થવા પર મહિનાઓ અને દિવસનો હિસાબ નક્કી કર્યો હતો. તે સત્તાવાર રીતે ખલીફા ઉમર ઇબ્ર અલ ખતાબના સમયમાં શરૂઆત થઈ હતી. મુહમ્મદ સાહેબ ઇ.સ. 622માં મક્કાથી મદીના ગયા હતા અને ત્યારે જ આ કેલેન્ડરની શરૂઆત થઈ હતી. મક્કાથી અલગતા અને હિજરતના કારણે તેનું નામ હિજરી કેલેન્ડર રાખવામાં આવ્યું હતું.

રમઝાન મહિનામાં બધા મુસ્લિમ 30 દિવસ રોઝા રાખીને ઉપરવાળા પાસે બરકત માટે દુઆ માંગે છે. ત્યારબાદ આ મહિનાને અલવિદા કહેવામાં આવે છે. જે દિવસે ગલ્ફ દેશોમાં ચંદ્ર દેખાય છે તેના આગામી દિવસે ભારતમાં ઇદ મનાવવામાં આવે છે. મુસ્લિમ કેલેન્ડરના હિસાબે ઇદમાં ચંદ્ર જોવાનું એટલું મહત્ત્વ આપેલું હોય છે. આ આખો મહિનો પવિત્ર હોય છે આ આખા મહિનાની ઈબાદત બાદ અલ્લાહ તરફથી પોતાના લોકોને ઈદની ભેટ આપવામાં આવી. જેવો જ ચંદ્ર દેખાય છે ગત મહિનો પૂરો થઈને નવા મહિનાની શરૂઆત થાય છે.

શવ્વાલનો મહિનો શરૂ થતા જ લોકો આગામી સવારે ઇદ મનાવે છે. આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો સવારે ઊઠીને ફજ્રની નમાજ પઢે છે. ત્યારબાદ તૈયાર થાય છે. આ દરમિયાન અલ્લાહનો આદેશ છે કે, તમારી પાસે ઉપસ્થિત સૌથી પસંદગીના કપડાં પહેરો. ત્યારબાદ લોકો ઈદની નમાજ પઢવા શહેરની ઈદગાહ (ઈદની નમાજ પાડવાની જગ્યા)એ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp