ઉત્તરાયણમાં લોકો અગાસી પર કેમ મોડાં જશે? આ વખતે કેવો પવન હશે?

PC: agileinfoways.com

ઉત્તરાયણ નિમિત્તે પતંગ રસિકો માટે પવન સામાન્ય રહેશે પરંતુ ઠંડીનું જોર વધારે હશે તેથી વહેલી સવારે રસિકો પતંગ ઉડાવી શકશે નહીં, કારણ કે તહેવારના બન્ને દિવસોએ કડકડતી ઠંડી પડે તેવી વકી છે. આ પ્રમાણેની આગાહી ગુજરાતના હવામાન વિભાગે કરી છે.

ઉત્તરાયણનો તહેવાર ઉજવવો કે નહીં તે અંગે સરકારે નિર્ણય લઇને લોકોને કેટલીક સૂચનાઓ અને નિયંત્રણો સાથે મંજૂરી આપી છે. ઉત્તરાયણ માટેની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ પગલાં પણ લેવામાં આવી શકે છે. સરકારે અમદાવાદમાં વર્ષોથી યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ્દ કર્યો છે પરંતુ વધુ લોકો ભેગા ન થાય તે રીતે અને જાહેર માર્ગો કે જાહેર સ્થળોએ પતંગ નહીં ઉડાવવાની સૂચના પણ આપી છે.

રાજ્યના હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે. કચ્છમાં કોલ્ડવેવની પણ સંભાવના છે જ્યારે દરિયાકિનારાના વિસ્તારો કરતાં ઉત્તરી વિસ્તારોમાં ઠંડી પડવાની સંભાવના વધારે છે.

તેમણે કહ્યું હતું કે અપર એક સરક્યુલેશનના કારણે તાપમાન વધ્યું હતું અને કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ભેજ વધારે હોવાથી તાપમાનનો પારો ઉંચો ગયો હતો પરંતુ ઉત્તરાયણના સમયમાં પારો ગગડી જવાની સંભાવના છે. 13, 14 અને 15 જાન્યુઆરીએ વધુ ઠંડી પડવાની વકી છે. ઉત્તરાયણના બન્ને દિવસોએ પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે. પવનનું જોર વધુ નહીં હોય પરંતુ પતંગ રસિયા તહેવારની મજા લઇ શકશે. જો કે 15મી જાન્યુઆરીએ પવનનું જોર થોડું વધશે તેવું જણાઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp