કોરોના કાળમાં હવે અમૂલ બજારમાં ઊતાર્યો આયુર્વેદિક આઇસ્ક્રીમ

PC: jagran.com

કોરોના સંક્રમણ સમયે ઇમ્યુનિટી વધારવી છે તો આ આઇસક્રીમ તમારે ખાવો જોઇએ. તેની કિંમત માત્ર 40 રૂપિયા છે. આ આઇસક્રીમમાં શરીરની ઇમ્યુનિટી વધે તેવા તત્વો ઉમેરવામાં આવ્યા છે. આ આઇસક્રીમ અમૂલ નામની બ્રાન્ડે બનાવ્યો છે. અમૂલના ઇમ્યુનિટી વધારતાં દૂધ પછી હવે સ્વાદીષ્ટ આઇસક્રીમ બજારમાં આવ્યો છે.

અમૂલ દ્વારા હળદર, મરી અને મધ સાથે સારીતા, ખજૂર, બદામ અને કાજુ જેવા સુકા ફળોનું મિશ્રણ કરીને આઇસક્રીમ બનાવવામાં આવ્યો છે. 125 એમએલના એક કપની કિંમત 40 રૂપિયા રાખવામાં આવી છે. આ હલ્દી આઇસક્રીમ ઉત્તર અને પશ્ચિમ ભારતના ઉત્પાદન પ્લાન્ટમાં બનાવવામાં આવે છે, જેની ઉત્પાદન ક્ષમતા રોજના 5,00,000 પેકેટની છે. આ કપ આઇસસ્કીમ સાથે અમૂલે તિરંગા કલરની હળદર, આદુ અને તુલસીની આઇસક્રીમ સ્ટીક બજારમાં મૂકી છે.  

અમૂલ એ તેના એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ માટે જાણીતી કંપની છે. આ કંપની તેની બનાવટોમાં આયુર્વેદિક સિસ્ટમથી હળદરનો પ્રયોગ કરે છે. હળદર એ એન્ટી બાયોટીકનું કામ કરે છે તેમજ ઇમ્યુનિટી વધારે છે. અમૂલે લોકડાઉન દરમ્યાન હળદર, આદુ, અશ્વગંઘા અને તુલસીનું દૂધ બજારમાં મૂક્યું હતું અને હવે આઇસક્રીમ બજારમાં મૂક્યો છે.

આ આઇસક્રીમમાં હળદર ઉપરાંત મરી અને મધનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્વસનરોગની સારવાર માટે મરી મહત્વના માનવામાં આવે છે, જ્યારે મધ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે અને કફને દબાવે છે. ખજૂર, બદામ અને કાજુ સ્વસ્થ, તંદુરસ્ત અને શરીરને આનંદપ્રદ બનાવે છે.

ઉલ્લેખનીય છે કે કોરાના કાળની શરૂઆતથી જ દૂધને ઇમ્યુનિટી બુસ્ટર તરીકે પ્રમોટ કરાઇ રહ્યું છે. હવે આઇસ્ક્રીમ બજારમાં ઉતારવામાં આવ્યો છે. જોકે, ઘણા લોકોનું માનવું છે કે આઇસ્ક્રીમ ખાવાથી શરદી ખાંસી થઇ શકે છે. હવે જો શરદી ખાંસી થવાની માન્યતા હોય તો લોકો આ આઇસ્ક્રીમ કેવી રીતે ખાશે. આ અંગે નિષ્ણાતો જ કહી શકે કે આઇસ્ક્રીમ ખાવાથી શરદી ખાંસી થાય છે કે નહીં.
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp