ઊર્જાવાન રહેવું હોય તો ડાયેટમાં વધારો દહીંનું પ્રમાણ

PC: goo.gl

બપોરના ડાયેટમાં દહીંને એડ કરવું અત્યંત જરૂરી છે. ભારત જેવા દેશમાં તમે દરેક સિઝનમાં દહીં ખાઈ શકો છો અને દહીં તમારી પાચન ક્રિયાથી લઈ તમારી એનર્જી બુસ્ટ કરવા સુધીની બાબતોમાં તમને મદદરૂપ થઈ શકે છે. તો ચાલો નજર કરીએ કે તમે દહીંને કઈ કઈ રીતે ખાઈને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો અને એનાથી અનેક લાભો મેળવી શકો છો.

અઠવાડિયામાં એકવાર તમે તમારા ખોરાક સાથે ફ્રુટ દહીં ખાઈ શકો છો. આ માટે તમે દહીંમાં દ્રાક્ષ, દાડમ અથવા ટામેટુ નાંખીને ખાશો તો એ ફળઓના પોષકતત્ત્વો પણ તમને મળશે અને તમારા શરીરનું આંતરિક તાપમાન એકદમ સારું રહેશે. તો એ જ રીતે તમે વેજિટેવલ દહીં પણ ખાઈ શકો છો, જેમાં કેટલાક શાકભાજીને કાચા અથવા બાફીને નાના ટુકડામાં ઉમેરી શકો છો. આ રીતે દહીં ખાવાથી તમને ભરપુર માત્રામાં વિટામિન્ટ અને મિનિરલ્સ મળશે.

તો અઠવાડિયામાં એકાદ દિવસ તમે બુંદી અને દહીં પણ ખાઈ શકો છો. બુંદીની સાથે થોડો પીસેલો ફૂદીનો અને જીરું પણ દહીંમાં ભેળવવું, જેથી દહીંનો સારો સ્વાદ આવશે. આ રીતે ડાયેટમાં દહીં એડ કરશો તો તમે ડાયેટમાં બીજો ખોરાક ન ખાશો તો પણ ચાલાશે.

આ રીતે ખવાતા દહીંમાં તમારા શરીરને જરૂર હોય એટલી કેલરી મળી જાય છે અને તમને એમાંથી ઊર્જા પણ ઘણી મળે છે. આ તો ઠીક તેના કારણે તમને લાંબા સમય સુધી પેટમાં આધાર રહે છે, જેને કારણે તમને બીજું કંઈ ખાવાનું મન નહીં થાય અને એને કારણે તમે એક્સ્ટ્રા કેલરીથી દૂર રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp