કોરોના કાળમાં વધી રહી છે પોષક તત્વોયુક્ત આ ચિકનની માગ, નામ છે કડકનાથ

PC: etimg.com

કોરોના વાયરસના ચાલી રહેલા પ્રકોપની વચ્ચે મધ્ય પ્રદેશના આદિવાસી બહુલ ઝાબુઆ જિલ્લાના પારંપરિક મરઘા પ્રજાતિ કડકનથની માગ તેના પોષક તત્વોને કારણે દેશભરમાં વધી રહી છે. પણ મહામારીના પ્રકોપને કારણે નિયમિત યાત્રી ટ્રેનોના પરિચાલન પર બ્રેક લાગવાથી તેના વેપાર પર ખૂબ માઠી અસર પડી છે. ઝાબુઆનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર(KVK) પોતાની હેચરીના માધ્યમે કડકનાખના મૂળ નસ્લના સંરક્ષણ અને તેને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરે છે. KVKના પ્રમુખ ડૉ. આઈએસ તોમરે એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, કોરોના વાયરસના રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન પરિવહનના મોટા ભાગના સાધનો બંધ હોવાના કારણે કડકનાથના બચ્ચાઓના પુરવઠા પર સ્વાભાવિક રીતે અસર પડી હતી. પણ લોકડાઉન ખતમ થયા પછી તેની માગ વધી છે.

તેમણે જણાવ્યું કે, દેશભરમાં પોલ્ટ્રીફાર્મના માલિકો તેમના ખાનગી વાહનોથી કડકનાથના બચ્ચા લેવા માટે અમારી હેચરી પહોંચી રહ્યા છે. ગયા મહિને અમે લગભગ 5000 ચૂઝા વેચ્યા હચા અને અમારી હેચરીની માસિક ઉત્પાદન ક્ષમતા પણ એટલી જ છે.

તોમરે જણાવ્યું કે, અમારી હેચરીમાં કડકનાથના ચૂઝાઓનો જૂનો સ્ટોક ખતમ થઇ ગયો છે. હાલમાં તેમની માગ એટલી વધારે છે કે, જો તમે કોઇ નવો ઓર્ડર બુક રશો તો અમે બે મહિના પછી જે તેને પૂરો પાડી શકીશું. તેમણે કહ્યું કે, કોરોના કાળમાં કડકનાથ ચિકનને લઇ કોઇ અલગથી અધ્યયન થયું નથી. પણ આ પહેલાથી સ્થાપિત તથ્ય છે કે બીજી પ્રજાતિના ચિકન કરતા કડકનાથના કાળા રંગના માંસમાં ચરબી અને કેલોસ્ટ્રોલ ખૂબ જ ઓછા હોય છે. જ્યારે તેમાં પ્રોટીનની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. કડકનાથ ચિકનમાં અલગ સ્વાદની સાથે ઔષધીય ગુણ પણ હોય છે.

કોરોના કાળમાં આ પારંપરિક પ્રજાતિના ચિકનની માગમાં વધાર થયો છે. ઝાબુઆ જિલ્લામાં કડકનાથના ઉત્પાદનથી જોડાયેલ એક સહકારી સંસ્થાના પ્રમુખે જણાવ્યું કે, કોરોના પ્રકોપ પહેલા અમે રેલવેનું નક્કી કરેલું ભાડુ ચૂકવીને મધ્ય પ્રદેશના રતલામ અને પડોશના ગુજરાતના વડોદરાથી મુસાફરી ટ્રેનોના લગેજ ડબ્બા દ્વારા દેશભરમાં કડકનાથના જીવતા ચૂઝા અને ચિકનને પૂરા પાડતા હતા.

ઝાબુઆ મૂળના કડકનાથ ચિકનને સ્થાનીય ભાષામાં કાલામાસી પણ કહેવામાં આવે છે. તેની ત્વચા અને પાંખોથી લઇ માંસ સુધીનો રંગ કાળો હોય છે. દેશની જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન્સ રજિસ્ટ્રી માંસ ઉત્પાદન તથા પોલ્ટ્રી અને પોલ્ટ્રી મીટની શ્રેણીમાં કડકનાથ ચિકનના નામે ભૌગોલિક ઓળખ(GI)નું ચિન્હ પણ રજિસ્ટર કરી ચૂકી છે. કડકનાથ પ્રજાતિનું ચિકન, તેના ઈંડા અને તેનું માંસ અન્ય પ્રજાતિ કરતા મોંઘા ભાવે વેચાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp