ભોજનમાં 40થી વધુ પ્રકારના ઝેરની 10 જ મિનિટમાં ખબર પડી જશે,ગુજરાતમાં વિકસાવાઇ કીટ

PC: https://timesofindia.indiatimes.com

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં પધારી રહેલા વિદેશી મહેમાનો તેમજ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને પીરસવામાં આવતા ભોજનમાં ઝેર છે કે કેમ તેની ચકાસણી હવે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ)ની ફુડ કીટ કરશે. ભોજનમાં રહેલા ઝેરી તત્વો ઉપરાંત નશીલા પદાર્થો છે કે કેમ તેની પણ ચકાસણી કરી શકાશે.

વિદેશી મહેમાનો, ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, વિદેશી મહેમાનો, ડિપ્લોમેટ્સ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ રાજ્યોના મુખ્યમંત્રીઓને જ્યારે જાહેર સમારંભ કે કાર્યક્રમમમાં ભોજન પિરસવામાં આવતું હોય છે ત્યારે સરકારની પ્રોટોકોલ ટીમ દ્વારા ભોજનની તમામ ચીજવસ્તુઓનું બારિકાઇથી નિરીક્ષણ કરવામાં આવે છે. આ ભોજનમાં ઝેર કે અન્ય કોઇ પદાર્થ મિલાવેલા છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે છે.

હવે ગુજરાતની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એક એવી કીટ વિકસાવી રહી છે કે જેનાથી માત્ર 10 મિનિટના સમયમાં ભોજનમાં અખાદ્ય પદાર્થ, ઝેર કે નશીલા પદાર્થ છે કે નહીં તે ચકાસી શકાશે. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. જે એમ વ્યાસે કહ્યું હતું કે દેશના કેટલાક રાજ્યોએ આ યુનિવર્સિટીનો સંપર્ક કર્યો હતો અને કેમિકલ રિએક્શન આધારિત રેપિડ કીટની માગણી કરી હતી જે કાયદા અમલીકરણ એજન્સીઓને ખોરાકનું સ્થળ પર પરિક્ષણ કરવામાં મદદ કરશે.

આ યુનિવર્સિટીના એક પ્રોફેસરે કહ્યું હતું કે આ કીટ કેમિકલ રિએક્શનના સિદ્ધાંત પર કામ કરે છે કે જેની મદદથી 40થી વધુ ઝેરી પદાર્થોને પળવારમાં શોધી શકાય છે. વીઆઇપીના ભોજનમાં શુદ્ધતાની ચકાસણી કરવા માટે પહેલાં 30 મિનિટ જેટલો સમય લાગતો હતો પરંતુ આ કીટ પળવારમાં જ અશુદ્ધતાઓને શોધી શકશે જેથી સમયની બચત થશે. આ કીટ આગામી જાન્યુઆરી મહિનામાં તૈયાર થઇ જશે.

જો ખોરાકના નમૂનામાં ચોક્કસ પ્રકારનું ઝેર હોય તો સાયનાઇડ પરીક્ષણ વાયોલેટ થઇ જશે. જો ખોરાકમાં આલ્કલોઇડ હોય તો ઘેરો વાદળી રંગ થઇ જશે. આ પદ્ધતિમાં સેન્ટ્રીફ્યુજ સામેલ છે જેમાં નમૂના રાખવામાં આવે છે. એકવાર નમૂનો સ્થાયી થયા પછી પ્રતિક્રિયા તપાસવા માટે અવશેષોનું રસાયણોથી પરીક્ષણ કરવામાં આવે છે. આ કીટમાં રસાયણો લગાવેલી કાગળની પટ્ટીઓ હશે જેનો ઉપયોગ નમૂના ચકાસવા માટે થઇ શકે છે. આ કીટની મદદથી દૂધ અને ખાતરની પરખ પણ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp