બજારમાં આડેધડ વેચવામાં આવી રહ્યો છે નકલી ગોળ, ઝેરી ગોળને આ રીતે ઓળખો

PC: news18.com

હાલના સમયમાં અનેક વસ્તુઓ ભેળસેળ યુક્ત મળી રહી છે. ત્યારે અનેક એવી ખાદ્ય ચીજવસ્તુઓ એવી છે કે જે આપણા સ્વાસ્થ્યય માટે ફાયદાકારક હોવાને કારણે આપણે તેનું મોટી માત્રામાં સેવન કરતાં હોય છે. ત્યારે આ વસ્તુઓ અસલી છે કે ભેળસેળ વાળી તે ઓળખવું મુશ્કેલ થઈ પડે છે. આથી અહીં આજે આપણે વાત કરીશું ગોળ વિશે. મિત્રો તમે જાણતા જ હશો કે, શિયાળાની ઋતુમાં ગોળની માંગ વધુ હોય છે. આથી આ વાતનો ફાયદો ઉઠાવીને બજારમાં નકલી ગોળ ખૂબ વેચાઈ રહ્યો છે. તેને શિયાળામાં એ માટે પણ ખાવામાં આવે છે કારણ કે તેની તાસીર ગરમ હોય છે, જે શરીરમાં ગરમીને જાળવી રાખે છે. આ માટે પણ ઠંડીના દિવસોમાં તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. શિયાળાની ઋતુમાં તો ઘણા લોકો ખાંડને બદલે ગોળનો જ ઉપયોગ કરે છે. તેનો સ્વાદ તો સારો હોય જ છે, સાથે જ તેમાં આયર્ન અને વિટામિન C પણ મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેના તમામ ફાયદાઓનો લાભ તો તમે ત્યારે જ લઈ શકશો, જ્યારે ગોળ અસલી હશે.

આ રીતે ઓળખો અસલી ગોળને

ગોળમાં ઘણા ગુણો જોવા મળે છે, જે તમારા શરીરને ડિટોકસિફાઈ કરવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝિંક, પ્રોટીન અને વિટામિન B જેવા પોષક તત્વો મળી આવે છે. ગોળની તાસીર ગરમ હોય છે અને શિયાળાના દિવસોમાં તેને જરૂર ખાવું જોઈએ, પરંતુ જે ગોળને તમે સારો સમજીને ખાઈ રહ્યા છો, તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. તેથી તેની શુદ્ધતા જરૂર તપાસી લો.

નકલી ગોળનો રંગ

બજારમાં મળતો નકલી ગોળનો રંગ સફેદ, આછો પીળો અથવા થોડો લાલ (ચમકતો) હોય છે. જ્યારે તમે નકલી ગોળને પાણીમાં નાખશો તો, ભેળસેળયુક્ત પદાર્થ વાસણના તળિયે બેસી જાય છે, જ્યારે શુદ્ધ ગોળ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે.

અસલી ગોળનો રંગ કેવો હોય છે

તમે બજારમાંથી એવો ગોળ પસંદ કરો, જેનો રંગ વધુ બ્રાઉન રંગનો હોય. જ્યારે, પીળા રંગનો અથવા આછા બ્રાઉન રંગનો ગોળ નહીં પસંદ કરો કારણ કે, તે ભેળસેળયુક્ત હોય છે. જો ગોળનો રંગ આછો બ્રાઉન કે સફેદ હોય, તો તે એ વાતની નિશાની છે કે ગોળનો રંગ સાફ કરવા માટે તેમાં ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના રંગ વાળા ગોળને ખરીદવાથી બચવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp