દિવાળી માટે ખાસઃ અમદાવાદના ભારતીબેને જાહેર કરી પ્રોટીનથી ભરપૂર બરફીની રેસિપી

PC: khabarchhe.com

પ્રોટીનથી ભરપુર હોય એવી દિવાળી માટે અમદાવાદના ભારતીબહેન સોનીએ બરફી બનાવી છે. તેમણે સૃષ્ટિ સંસ્થા સમક્ષ નિદર્શન કર્યું છે. ત્યારબાદ સૃષ્ટિ સંસ્થાએ તેની રેસીપી જાહેર કરી છે. જે  સજીવ ખેતી કરતાં ખેડૂતો માટે સૌથી વધુ સારી છે.

ઘાટલોડિયા જનતા નગરના આકાર ફલેટમાં  રહેતા ભારતીબેને રેસીપી બનાવી છે એમાં સામ્રગીઃ   1 વાટકી પલાળેલ સોયાબીન, અડધી વાટકી સફેદ સૂકી મકાઈ, પા વાટકી સફેદ જુવાર, પા વાટકી બંટી, 2 ચમચી ડ્રાયફ્રૂટ ભુક્કો, 2 ચમચી ચોખ્ખુ ઘી, 1 ચમચી એલચી ભુક્કો, 1 વાટકો દૂધ, 1 વાટકી દળેલી સાકર, ડ્રાયફ્રુટ લેવું

બનાવવાની રીતઃ

સોયાબીન, મકાઈ, જુવાર, બંટી આ બધુ 5થી 6 કલાક પલાળવું. ત્યારબાદ પાણી નીતારી અલગ-અલગ બાફી લેવું અને અલગ-અલગ વાટી લેવું પરંતુ બહુ ઝીણું ન વાટવું. એક જાડી કડાઈ લઈ તેમાં ઘી ગરમ કરવું. બધા કઠોળ ભેગા કરી કડાઈમાં નાંખી સાંતળવા. પાણીનો ભાગ બળે ત્યાં સુધી હલાવવુ. લાલ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ ગરમ દૂધ, સાકરનો ભુક્કો, ડ્રાયફ્રુટ, એલચીનો ભુક્કો નાખી હલાવતા રહેવું. લચકા જેવું થઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લેવું. ત્યારબાદ એક થાળીમાં ઘી લગાવી લચકો પાથરવો ત્યારબાદ તેની ઉપર ડ્રાયફ્રુટ, ચારોળી પાથરીને ચોસલા પાડવા. આવી રીત પ્રોટીન ડાયેટ બરફી તૈયાર થઈ જશે. આ બરફી 4થી 5 દિવસ સારી રહેશે.

આ બરફી અશક્ત બાળકો, મહિલા અને વૃદ્ધો ખાઈ શકે છે. પ્રોટીનથી ભરપુર છે. ખુબ જ પૌષ્ટિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp