Zomato-Swiggy જેવી ઓનલાઇન ફુડ ડિલિવરી હવે મોંઘી થઇ શકે છે, સરકારે....

PC: Zomato-Swiggy

ઘરે બેઠા ખાવાનું મળી જવાને કારણે ઘણા લોકો માટે આ સારી સુવિધા ઉભી થઇ છે, પરંતુ  GST કાઉન્સીલને એવું લાગ્યું છે કે ઓનલાઇન ફુડ ડિલિવરી પર પણ  GST લાગવો જોઇએ, કારણ કે એને કારણે સરાકારને રૂપિયા 2,000 કરોડની લોસ જાય છે.તો 17 સપ્ટેમ્બરને શુક્રવારે લખનૌમાં મળનારી  GST કાઉન્સીલની બેઠકમાં આ બાબતે નિર્ણય લેવાવાનો છે. મતલબ કે આગામી દિવસોમાં તમે જે ઘરે ખાવાનું મેળવવાની સુવિધા મેળવો છે તે મોંઘી થવાની શક્યતા છે. ઓનલાઇન ફુડ ડિલીવરી પર ઓછામાં ઓછો 5 ટકા GST નાંખવાની ભલામણ કરવામાં આવી છે.જોઇએ શુક્રવારે GST કાઉન્સીલની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે.

ઓનલાઇન ફુડ ડિલવરી આગામી દિવસોમાં મોંઘી થઇ શકે છે. GST કાઉન્સીલની બેઠકમાં આ બાબતે વિચારણા હાથ ધરવામાં આવશે. કમિટીના ફિટમેન્ટ પેનલે ફુડ ડિલીવરીને ઓછામાં ઓછા 5 ટકા GSTના દાયરામાં લાવવાની ભલામણ કરી છે. એવામાં SWIGGY, ZOMATO વગેરે ઓનલાઇન ડીલિવરી પ્લેટફોર્મ પરથી ખાવાનું મંગાવવું મોંઘી પડી શકે છે.શુક્રવારે GST કાઉન્સીલની મિટીંગ મળવાની છે, જેમાં મિટીંગના એજન્ડામાં આ મુદ્દો સામેલ છે.

GST કાઉન્સીલની મિટીંગ શુક્રવારે લખનૌમાં મળવાની છે. અત્યારે જે વ્યવસ્થા છે તેમાં સરકારને રૂપિયા 2 હજાર કરોડનું નુકશાન થઇ રહ્યું હોવાની વાત કહેવામાં આવી છે.ફિટમેન્ટ પેનલે ભલામણ કરી છે કે ફુડ એગ્રીગેટરને ઇ- કોમર્સ ઓપરેટર ગણવામાં આવે.

 GST કાકાઉન્સીલની બેઠક 17 સપ્ટેમ્બરે નાણામંત્રી નિર્મલા સીતારમનની આગેવાની હેઠળ મળવાની છે. આ બેઠકમાં રાજ્યના નાણામંત્રીઓ હાજર રહેશે. GST કાઉન્સીલની અગાઉની બેઠક 12 જૂને  વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી મળી હતી.

GST કાઉન્સીલની બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેની ઘણા લાંબી સમયથી ચર્ચા ચાલી રહી છે તેવા પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા બાબતે પણ વિચારણા થઇ શકે છે. આ બેઠકમાં અન્ય મુદ્દાઓની સાથે કોવિડ-19 સબંધિત આવાશ્યક સામાન પર ડિસ્કાઉન્ટ રેટની પણ સમીક્ષા થઇ શકે છે.

નાણા મંત્રીએ તાજેતરમાં જણાવ્યું હતું કે GSTની ઓગસ્ટ મહિનામાં આવક 1.2  લાખ કરોડ રૂપિયાથી વધારે રહી હતી. એક વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2020ની સરખામણીએ આ વખતે  GSTની આવકમાં 30 ટકાની વૃધ્ધિ થઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp