પ્રિયંકા ચોપરાની બહેનના જમવામાંથી નીકળ્યા કીડા. જુઓ વીડિયો

PC: edgeport.net

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરાએ અમદાવાદની એક ફાઈવ સ્ટાર હોટલ પર ખરાબ જમવાનું સર્વ કરવાનો આરોપ લગાવ્યો છે. મીરાએ તેના સોશિયલ મીડિયા પર ખાવાનો વીડિયો શેર કરતા જણાવ્યું કે, હોટલમાં તેને જે જમવાનું સર્વ કરવામાં આવ્યું તેમાં કીડા છે.

મીરા ચોપરા પાછલા એક અઠવાડિયાથી અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાઈ છે. જ્યાં તેના ભોજનમાંથી કીડા નીકળ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મીરાએ આ બાબતને લોકો જોડે શેર કરી. મીરા ચોપરા વીડિયોમાં જણાવી રહી છે, હું અમદાવાદની હોટલમાં રોકાઈ છું. રુમ સર્વિસ દ્વારા જમવાનું મંગાવ્યું હતું અને મને મળ્યું શું? મારા ભોજનમાં કીડાઓ ચાલી રહ્યા છે.

તે આગળ કહે છે, અમે આ મોટી હોટલમાં રોકાયા છે જેની અમે મોટી રકમ ચૂકવી છે અને આ લોકો અમને ભોજનમાં કીડા પીરસી રહ્યા છે. હું આ હોટલમાં પાછલા એક અઠવાડિયાથી રોકાઈ છું. જ્યારે મેં આ હોટલમાં રહેવાનું શરૂ કર્યું ત્યારથી હું બિમાર પડી રહી છું. અને મને તેનું કારણ અત્યારે સમજાઈ રહ્યું છે. પાછલા અઠવાડિયાથી હમણા પહેલીવાર મને જમવામાં કીડા દેખાયા.

મીરની આ ટ્વિટને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ રિટ્વીટ કરીને તેમની ચિંતા વ્યક્ત કરી અને હોટલ સામે પગલા લેવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે લખ્યું, આ ફરિયાદને ધ્યાનમાં રાખીને અમારા સંબંધિત વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમને થોડો સમય આપો.

મીરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ બની રહ્યો છે. 5 સ્ટાર હોટલના જમવાનામાં કીડાને જોઈ લોકો ઘણાં પરેશાન છે. લોકો હોટલ સામે ગુસ્સો કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આ ખૂબ જ શરમજનક બાબત છે. ઓથોરિટી હોટલ સમક્ષ તરત કાર્યવાહી કરે. આ કોઈનો ભરોસો તોડવા જેવી બાબત છે. અમને એવું હતું 5 સ્ટાર હોટેલોમાં આ રીતની હરકત નથી થતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp