ગરમીમાં ઠંડક મેળવવા ઘરે જ બનાવો મેંગો સ્મૂધી

PC: farafena.com

ગરમીનો પારો સતત વધી રહ્યો છે, એવામાં પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે જેટલું લિક્વિડ લેવામાં આવે એટલું સારું છે. હાલ કેરીની સિઝન છે, એવામાં જો તમારે ઘરે જાતે ફટાફટ કોઈ ડ્રિંક બનાવવું હોય તો મેંગો સ્મૂધી તેને માટે બેસ્ટ ઓપ્શન છે.

કુલ સમયઃ 10 મિનિટ

માત્રાઃ 3-4 વ્યક્તિઓ માટે

સામગ્રી

4 પાકી કેરી

½ ગ્રામ દહીં

2 ચમચી મધ

1 ચપટી લવંગનો પાવડર

બરફ- જરૂરિયાત અનુસાર

બનાવવાની રીત

કેરીને ધોઈને તેની છાલ કાઢી લો. ત્યારબાદ કેરીનો માવો કાઢી લો. હવે સ્મૂધ પેસ્ટ બનાવવા માટે કેરીના માવાને મિક્સરમાં પીસી લો. હવે તેમાં દહીં અને મધ ઉમેરી તેને ફરીથી મિક્સરમાં મિક્સ કરી લો. અડધો કલાક ફ્રિઝમાં રાખ્યા બાદ તેને કેરીના ટુકડાં વડે ગાર્નિશ કરીને બરફ નાંખીને સર્વ કરો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp