દુનિયાની સૌથી મોંઘી બિરયાની, તેમાં છે 23 કેરેટ સોનું, કિંમત તમને કરી દેશે હેરાન

PC: instagram.com

આ છે દુનિયાની સૌથી મોંઘી બિરયાની. તેમાં ખાવા યોગ્ય 23 કેરેટ ગોલ્ડ પણ લગાવવામાં આવ્યું છે.મતલબ એવું સોનું જે તમે ખાઈ શકો છો. આ લાજવાબ વ્યંજનને દુનિયાની સૌથી મોંઘી બિરયાનનો ખિતાબ આપવામાં આવી રહ્યો છે. આ બિરયાનીનું નામ છે ધ રોયલ ગોલ્ડ બિરયાની. તો ચાલો જાણી લઈએ આ બિરયાનીની કિંમત અને ક્યાં તમને ખાવા મળશે.

ધ રોયલ ગોલ્ડ બિરયાનીને મોટા સોનાના થાળમાં પિરસવામાં આવે છે. તમને ઘણા પ્રકારના ચોખામાંથી તમારી પસંદગીના ચોખા પસંદ કરવાનો ઓપ્શન મળે છે કે તમારે કયા ચોખાની બિરયાની ખાવી છે. જેમ કે બિરયાની રાઈસ, ખીમા રાઈસ, સફેદ અથવા કેસરિયા રાઈસ. તેની સાથે બેબી પોટેટો, બાફેલા ઈંડા, સાંતળેલા કાજુ, દાડમ, ફ્રાઈડ કાંદા અને ફૂદીનો આપવામાં આવે છે. ધ રોયલ ગોલ્ડ બિરયાનીનું કુલ વજન 3 કિલો હોય છે. કેસરમાં મિક્સ કરેલા ચોખાની ઉપર કાશ્મીરી ભેડ સીખ કબાબ, રાજપૂત ચિકન કબાબ, મુગલાઈ કોફ્તા, મલાઈ ચિકન રોસ્ટ અને જૂની દિલ્હીના લેમ્બ ચોપ્સ નાખવામાં આવે છે.

તે સિવાય તમારી પાસે ઘણી ચટનીઓ અથવા સોસને પણ પસંદ કરવાનો ઓપ્શન મળે છે. ચટની અને સોસમાં નિહારી સાલન, જોધપુરી સાલન, બાદામી સોસ, બદામ અને દાડમનું રાયતું સામેલ છે. જ્યારે આ બધુ પ્લેટમાં આવી જાય છે તે પછી ધ રોયલ ગોલ્ડ બિરયાની ઉપર 23 કેરેટની ગોલ્ડની પરત લગાવવામાં આવે છે.

આ સોનાની પરતને તમે ખાઈ શકો છો. આ બિરયાનીને દુબઈ બોમ્બે બારો નામના રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવે છે. તેના પ્લેટની કિંમત 1000 દીનાર છે. મતલબ કે ભારતીય રૂપિયા પ્રમાણે 19707 રૂપિયાની આસપાસ થાય છે. જો તમારે આ બિરયાની ખાવી હોય તો તમારે દુબઈની યાત્રા કરવી પડશે. તેનો લઝીઝ સ્વાદ તમારી દુબઈની યાત્રામાં ચાર ચાંદ લગાવી દેશે.

રેસ્ટોરન્ટે સ્પષ્ટ કર્યું છે કે તમે જો બિરયાનીનો ઓર્ડર આપો છો તો તને 45 મિનિટમાં સર્વ કરી દેવામાં આવશે. તે સિવાય રેસ્ટોરન્ટ તમને આ બિરયાની 6 લોકો સાથે શેર કરવાની પણ તક આપે છે. રેસ્ટોરન્ટે આ ખાસ બિરયાનીને રેસ્ટોરન્ટની પહેલી એનિવર્સરી પર તેના મેનુમાં સામેલ કરી છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp