બારે માસ થતાં આછાં ગુલાબી જામફળનો નવો પાક ખેડૂતોને માલામાલ કરી રહ્યો છે

PC: amazonaws.com

સ્વાદિષ્ટ, રસદાર, મીઠું, તાઇવાન ગુલાબી-પીંક જામફળ પાટણના ખેડૂત પાર્થ પટેલ અને સલામપાર્ટી સહિતના વિસ્તારોમાં 25 હેક્ટરમાં છે. જેનો એક કિલોનો રૂપિયા 70થી 120 મળી રહ્યા છે. સાદા જામફળ કરતા ઓછા ખર્ચે અને ઓછી મહેનતે વધુ નફો ખેડૂતોને થાય છે.

પ્રથમ વર્ષે 1 લાખનો નફો

છોડ વાવતાની સાથે 8 મહિનામાં જ જામફળનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. પાક્યા પછી અંદરથી આછો ગુલાબી રંગ થઈ જાય છે. પ્રથમ વર્ષે હેક્ટરે 1 લાખનો નફો મળી રહે છે. પછી તે વધતો જાય છે.

વિશેષતા એ છે કે તે બાર મહિના સુધી દરેક શાખાઓ પર 8-10ના ઝુમખામાં ફૂલો અને ફળ આવે છે. એક ફળ 150 ગ્રામથી 800 ગ્રામનું હોય છે. તેના કાચા ફળ ખાઈ શકાય છે.

25 વર્ષ સુધીનું વૃક્ષનું આયુષ્ય હોય છે. વૃક્ષ મોટા થાય તેમ ફળનું ઉત્પાદન વધતું જાય છે.

12 મહિના ફળ આપતું વૃક્ષ

બારે માસ ફળ મળે છે. વર્ષમાં 3 વખત એક વૃક્ષ પર ફળ આવે છે. તેથી બીજા જામફળના વૃક્ષો નેસ્તનાબૂદ કરી શકે એવી ક્ષમતા આછાં ગુલાબી જામફળના વૃક્ષ પાસે છે. પહેલા વર્ષમાં 10થી 12 કિલો એક ઝાડમાં ફળ નિકળે છે.

10 દિવસ સુધી ફળ ટકી રહે

છોડ પરથી ઉતારી લીધા બાદ 10 દિવસ સુધી ખરાબ થતું નથી. ખેતરેથી 25થી 30 રૂપિયા કિલોના મળે છે.

હેક્ટરમાં 1100 વૃક્ષ

20થી 35 રૂપિયામાં એક છોડ નર્સરીમાં મળે છે. એક હેક્ટર દીઠ 900થી 1100 રોપા વાવી શકાય છે. 60થી 70 હજારનો ખર્ચ થાય છે. 20થી 35 રૂપિયએ એક છોડ મળે છે. એક વૃક્ષ વર્ષમાં 30 કિલો ફળ આપે છે. 4થી 10 દિવસે પાણી આપવું પડે છે.

રોગ કે બેગ

ફળમાંથી ડંખ મારે છે. ફૂગ, ઈટળ આવે છે. બેગીંગ કરવાથી રંગ સારો, ચમક, ધૂળ નથી રહેતી. 1 રૂપિયામાં એક બેગ પડે છે.

વધું ઉત્પાદન મેળવવાની ટ્રીક

જામફળના વધુ પાક માટે દાંડીને બદલે શાખાઓ વિકસાવવી જરૂરી છે. જેટલી વધુ શાખાઓ હોય છે. પ્રતિ હેક્ટર ડોઢથી બે ક્વિન્ટલ ઉપજ છે. એક વર્ષમાં લગભગ 7 લાખ રૂપિયાથી વધુની કમાણી થાય છે.

કચ્છમાં પ્રયોગ

કચ્છના કોટડા ચકારના ખેડૂત હર્ષદ પટેલ સહિત 50 ખેડૂતોનું એક જૂથ હજારો ટન તાઈવાન જામફળની નિકાસ દિલ્હી, મુંબઈ કરે છે. મુંદ્રા બંદરેથી યુરોપ અને વિદેશ મોકલે છે. 1500 ટીડીએસ ક્ષારવાળા પાણીમાં તે થાય છે. ઝડપી ફળ આવે છે. ઓછી મજૂરી લાગે છે.

જામનગર

જામનગરના કાલાવડના સણોસરામાં લીલાભાઈ પાનસુરીયાએ પીંક જામફળ વાવીને 10 મહિનામાં જ કમાણી શરૂ કરી હતી.

દેશી જાતો વિદાય લેશે

ભાવનગરી કે ધોળકાના જામફળનું નિકંદન નિકળી ગયું છે. નવી જાત આવતાં હવે ગુજરાતની અસલી જાતો અદ્રશ્ય થઈ શકે છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp