દુનિયાના સૌથી સારા બર્ગરની લિસ્ટમાં વડાપાઉનો સમાવેશ

PC: staticflickr.com

દુનિયામાં સૌથી વધારે ખાવામાં આવનારા ફાસ્ટ ફૂડમાં મુંબઇના વડાપાઉ સામેલ થઇ ગયા છે. હાલમાં જ મિશેલિન શેફ સ્ટાર્સની લિસ્ટમાં વડાપાઉને સામેલ કરવામાં આવ્યું છે. મિશેલ શેફ દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે જેને દરેક શેફ મેળવવા ઇચ્છે છે. આ એવોર્ડને મેળવી ચુકેલા દુનિયાના પ્રતિષ્ઠિત શેફે મિશેલિન શેફ સ્ટાર્સનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં દુનિયાભરમાં સૌથી વધારે ખાવામાં આવનારા ફૂડમાં વડાપાઉને સામેલ કરવામાં આવ્યું છે.

દૂનિયાભરમાં નોનવેજ બર્ગર વચ્ચે વડાપાઉને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. મુંબઇમાં સ્વાતિ સ્નેક્સ નામની દુકાનમાં મળતા વડાપાઉને તેનો શ્રેય આપવામાં આવ્યો છે. અહીં બેસનમાં વીંટાળેલા મસાલેદાર બટાકાના વડાને બટરમાં શેકેલા પાંઉ સાથે ખાવામાં આવે છે. મરચાવાળી ચટણી તેનો સ્વાદ બેગણો કરી દે છે. મુંબઇના વડાપાઉને રસોઇયા રવિન્દ્ર ભોગલ અને પ્રતિક સિંધુએ દુનિયાના સૌથી સારા બર્ગર માટે પસંદ કર્યો છે. દુનિયાના કેટલાક બર્ગરો દુનિયાના શ્રેષ્ઠ બર્ગરોની લિસ્ટમાં સામેલ થયા છે જે નીચે મુજબ છે.

  • સિડનીના બર્ગર પ્રોજેક્ટ નામની ચેનમાં હાથથી આખુ મીટ, ચીઝ, આચાર, ડુંગળી, મસ્ટર્ડ, રોઝ માયો અને સીક્રેટ સોસની ટીક્કી તૈયાર કરવામાં આવે છે.
  • મેલબોર્નના બચર્સ ડાઇનરમાં 120 ગ્રામ માંસની ટીક્કીને ટામેટાના સોસ સાથે, આચાર, માયો અને મિલ્કી બન સાથે બનાવવામાં આવે છે.
  • સીડનીમાં બટર નામની ચેનમાં ફ્રાઇડ ચિકન અને શેમ્પેન બાર છે. અહીં મળનારી ઓજી ચિકન સેન્ડવીચને પણ પસંદ કરવામાં આવી છે.
  • મેલબર્નમાં મેરિસ નામનું રેસ્ટોરન્ટ છે. એ ઝડપી મ્યુઝીક, નેચરલ વાઇન અને અમેરિકાના રીત-રિવાજ માટે જાણીતું છે. અહીં મળનારુ વેજ ચીઝ બર્ગર દરેક શાકાહારીની પહેલી પસંદ છે.
  • ચીનના હોંગકોંગના હોંબામાં ક્લાસિક બર્ગર મળે છે. આ બર્ગરમાં ટીક્કી ડબલ અને ગોલ્ડ અમેરિકન બીફ, બટાકા મિલ્ક બન અને ચીઝનો પ્રયોગ કરવામાં આવે છે.
  • ડેનમાર્કમાં કોપેનહેગનના ગેસોલિન ગ્રિલમાં નાનું મેન્યું હોવા છતા અહીં મળતું શાકાહારી ગ્રીન બર્ગર ખુબ લોકપ્રિય છે.
  • લંડનમાં ડાઇનિંગ SW3, એગ્સ્લટ, હોક્સ્મૂર, ઓનેસ્ટ બર્ગર, મીટ લિકર, ટીક્કી અને વોલેંસ્કી ધ બોલ્સેલેનો બર્ગર ખુબ લોકપ્રિય માનવામાં આવે છે.
  • અમેરિકામાં ઓ શેઅલ અને ધ લોયલિસ્ટ, રોઇસ્ટર (શિકાગો), બર્ગર જોઇન્ટ, ડીબી વિસ્ત્રો મોડર્ન, જો જૂનિયર, મેનેટા ટાવર્ન, સુપિરિયોરિટી બર્ગરને (ન્યુયોર્ક) પણ સામેલ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp