હોટલો અને મોલ ક્યારે ખૂલશે? 1 જૂનથી નવા નિયમોમાં ગુજરાતને કેટલો ફાયદો?

PC: newindianexpress.com

કેન્દ્ર સરકાર લોકડાઉન 5.0ની નવી ગાઇડલાઇન તૈયાર કરી રહી છે. સરકારની પેનલે એવી વિનંતી કરી છે કે કોરોના સંક્રમણના કેસો વધતા જ રહેવાના છે ત્યારે જે ઉદ્યોગ અને વ્યવસાય બંધ છે તેને પણ શરૂ કરી દેવા હિતાવહ છે, કારણ કે જો તેમ નહીં થાય તો એ ઇન્ડસ્ટ્રીઝને કાયમી તાળાં મારવાનો સમય આવશે. 1લી જૂને લાગુ થનારી નવી ગાઇડલાઇનમાં સરકાર હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ મોલ્સ અને મલ્ટીપ્લેક્સ શરૂ કરવા જઇ રહી છે.

31મી મે પછી દેશભરના મોટાભાગના હિસ્સામાં લોકડાઉનના પ્રતિબંધ ખતમ કરવાના મૂડમાં છે, માત્ર દેશના 13 શહેરો કે જેમાં ગુજરાતના અમદાવાદનો સમાવેશ થાય છે તેને છોડીને તમામ જગ્યાએ હોટલ, મોલ્સ, રેસ્ટોરન્ટ અને મલ્ટીપ્લેક્સ શરૂ કરવામાં આવી શકે છે. મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ નવી ગાઇડલાઇન 31મી ને રવિવારે જાહેર થાય તેવી સંભાવના છે.

ગુજરાત સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિભાગ દ્વારા મોટી છૂટછાટ મળી શકે તેમ છે. આ બેઠક પછી અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી છે. લોકડાઉન 5.0ની સમયમર્યાદા 15મી જૂન હોઇ શકે છે.

હોટલ, મોલ્સ અને રેસ્ટોરન્ટ 1લી જૂનથી ખોલવાની મંજૂરી મળી શકે છે. જો કે હોટલોને તબક્કાવાર ખોલવામાં આવશે, મોલ્સમાં ઓડ ઇવન ફોર્મ્યુલાનો અમલ કરાશે. મલ્ટીપ્લેક્સ માટે પણ કડક શરતોનું પાલન કરવાનું રહેશે. હાલમાં દેશની તમામ હોટલો અને રેસ્ટોરન્ટ બંધ છે, માત્ર કોરોના દર્દીઓ, મેડીકલ સ્ટાફ, પોલીસના જવાનો અને હેલ્થ અધિકારીઓને ધ્યાનમાં રાખીને કેટલીક હોટલોને ખોલવાની મંજૂરી આપવામાં આવેલી છે.

ગુજરાત સહિત ભારતના રાજ્યોમાં લોકાડાઉન 5.0 આવી રહ્યું છે પરંતુ તેને લોકડાઉન કરી શકાય તેમ નથી. આગામી 15 દિવસ વધારે સંવેદનશીલ હોવાથી પોલીસ અને સુરક્ષા સ્ટાફને વધારે સતર્ક બનાવવામાં આવી શકે છે. લોકો અને સંચાલકો માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરે છે કે કેમ તે પણ જોવામાં આવશે.

જો કે જે વિસ્તારમાં છૂટ આપ્યા પછી કોરોના સંક્રમણના કેસો વધતા હશે તો તે વિસ્તારને કોર્ડન કરીને ફરીથી બંધ કરવા સુધીની સત્તાઓ રાજ્યોને આપવામાં આવનાર છે. આ લોકડાઉનમાં મોટાભાગના પબ્લિક ટ્રાન્સપોર્ટ ખૂલી શકે છે. શહેરી બસ સર્વિસ અને મેટ્રોરેલ શરૂ કરવાનું રાજ્યો પર છોડવામાં આવી શકે છે. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp