50 રૂપિયાના કૂકરમાં ગુજરાતની મહિલાઓ ઇંધણ કે સમય ખર્ય્યા વગર ખોરાક રાંધે છે

PC: thebetterindia.com

તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઇપણ ઇંધણનો ખર્ચ કર્યા વગર અને વધારે સમય બગાડ્યા વગર ભોજન તૈયાર કરી રહી છે ગુજરાતના ગામડાઓની અનેકો મહિલાઓ. અને આ શક્ય બન્યું છે એક યુવાનની મહેનત થી.

મહિલાઓ સવારે સૂર્યોદય થયા પછી કામે જતા પહેલા એક કૂકરમાં દાળ, શાક અને ચોખા મૂકી દે છે. પછી તે જતા રહે છે. બપોરે જમવાના સમયે આવે ત્યાં સુધી તો ભોજન તૈયાર થઇ ગયું હોય છે. આવું એક ગામ નહીં પરંતુ સંખ્યાબંધ ગામોની મહિલાઓ કરી રહી છે. તેની પાછળ છે એક યુવાન અલઝુબેર સૈયદની મહેનત.

તેણે એક એવું સોલાર કુકર તૈયાર કર્યું છે જે ઘરમાં જ માત્ર 50 કે 100 રૂપિયામાં તૈયાર કરી શકાય છે. મહિલાઓ જાતે જ તે કુકર બનાવે છે અને પછી ભોજન રાંધે છે. અલઝુબેર એક એન્જિનિયરીંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો. તેણે જોયું કે ગામડાઓમાં મહિલાઓ ઇંધણ માટે લાકડા ભેગા કરવા ભટકવું પડે છે. ચૂલા પર ભોજન તૈયાર કરવામાં ધૂમાડાનો પણ સામનો કરવો પડે છે. તેણે એક એવું કૂકર વિકસાવ્યું કે જે આ બધી સમસ્યાઓથી તેમને છૂટકારો અપાવે.

તેણે આ કામ કરવા માટે નોકરી છોડી દીધી. હાલમાં જે સોલાર કુકર સરકારની સબસિડીથી મળે છે તે પણ રૂ. 2000થી રૂ. 11000માં મળે છે. ગામમાં એક કુટુંબની આવક જ મહિને રૂ. 5000થી 6000 હોય છે. ત્યારે આટલા મોંઘા કૂકર તેઓ વસાવવાની હિંમત કરતા નથી. તેણે એક સાથી વીરેન્દ્ર ધાકડાની સાથે ગામડાઓમાં નવા પ્રકારના સોલાર કુકરનું અભિયાન શરૂ કર્યું. તેઓ લગભગ પંચમહાલ, નર્મદા, જામનગર, જેતપુરના 100 જેટલા ગામડાઓમાં ફર્યા.

તેમણે ત્યાં આ સોલાર કુકર તૈયાર કરવા માટે મહિલાઓ સાથે વર્કશોપ કર્યા. આ કૂકર ઘરમાં જ કાગળ, કાર્ડબોર્ડ, એલ્યુમિનિયમ ફોઇલ અને વેસ્ટ મટિરિયલમાંથી વધુમાં વધુ રૂ. 100 રૂપિયાના ખર્ચે બનાવી શકાય છે. સ્ટીલ કે એલ્યુમિનિયમના વાસણ પર કાળો કલર કરીને તેમાં રાંધી શકાય છે. આ કૂકરમાં દાળ, ભારત, શાક, ઢોકળા કે હાંડવા રાંધી શકાય. તડકામાં મૂક્યા પછી 2થી 3 કલાકમાં ખોરાક રંધાઇ જાય છે. 5થી 6 લોકો જમી શકે તેટલું ભોજન આસાનીથી તૈયાર થઇ જાય છે.

આ કૂકર દોઢ વર્ષ સુધી આસાનીથી ઉપયોગમાં લઇ શકાય. જોકે, વાદળ છાયા વાતાવરણ કે રાત્રે તેનો ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ દિવસમાં આ કૂકર ગામની મહિલાઓ માટે એક વરદાન સાબિત થઇ રહ્યું છે. આ અભિયાન બદલ અલઝુબેરને યુએ વી એવોર્ડ 2018, ગાંધી ગ્લોબર સોલાર જર્નીના સોલાર એન્જલનો એવોર્ડ મળી ચૂક્યો છે. જો તમે અલઝૂબેરનો સંપર્ક કરવા માગતા હો તો આ ફોન નંબર 9558350506 પર કરી શકાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp