PMના આર્થિક સલાહકાર સમિતિના અધ્યક્ષનો એક GSTનો પ્રસ્તાવ

PC: livemint.com

વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન વિવેક દેબરોયે ફક્ત એક GST રેટનો પ્રસ્તાવ મુક્યો છે. એટલું જ નહીં પણ વિવેક દેબરોયે ટાયરેક્ટ ટેક્સમાં આપવામાં આવતી ટેક્સ છૂટને પણ ખતમ કરવાની વકાલત કરી છે. હાલના સમયમાં GST રેટ્સના ચાર સ્લેબ છે જ્યારે, ટાયરેક્ટ ટેક્સના મોર્ચા પર ઇનકમ ટેક્સમાં ટેક્સપેયર્સને કેટલાક પ્રકારની છૂટ આપવામાં આવી છે.

વિવેક દેબરોયે કહ્યું કે, GST પર આ મારી સલાહ છે કે ટેક્સનો ફક્ત એક જ કર હોવો જોઇએ. જોકે, તેમણે એ પણ ચોખવટ કરી છે કે, મને નથી લાગતું કે આવું ક્યારેય થશે. તેમણે કહ્યું કે, આપણને આ સમજવાની જરૂર છે કે, ઉત્પાદન કોઇ પણ હોય, GSTનો દર એક જ હોવો જોઇએ. જોકે, તેમણ સફાઇ આપતા કહ્યું કે, તેમના વિચારને વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિનો પ્રસ્તાવ ન ગણવામાં આવે કારણ કે, આ તેમનો પર્સનલ વિચાર છે.

તેમણ કહ્યું કે, જો આપણે પ્રગતિશીલતા જોવા માગીએ છીએ, તો આ ડાયરેક્ટ ટેક્સ દ્વારા થવું જોઇએ, GST કે અપ્રત્યક્ષ કરો દ્વારા નહીં. વિવેક દેબરોયે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યોનો કર સંગ્રહ GDPનો માત્ર 15 ટકા છે, જ્યારે સાર્વજનિક મોર્ચા પર સરકારના ખર્ચની માગ ઘણી વધારે છે.

પહેલી જુલાઇ, 2017ના રોજ દેશ એક ટેક્સ એટલે કે, GST દેશમાં લાગૂ કરવામાં આવ્યો હતો. GSTમાં ચાર સ્લેબ છે જે 5 ટકા, 12 ટકા, 18 ટકા, 28 ટકા GST લાગે છે, તેમાં અમુક વસ્તુ પર સેસ પણ વસૂલવામાં આવે છે. જેમ કે, લક્ઝરી કાર અને તમાકુ.

વિવેક દેબરોયે ડાયરેક્ટ ટેક્સમાં આપવામાં આવેલી છૂટને પણ ખતમ કરી દેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે, આપણે વધારે ટેક્સ ચૂકવવા માટે તૈયાર રહેવું જોઇએ કે પછી સાર્વજનિક સુવિધાઓ કે સર્વિસીઝમાં ઘટાડો કરવા માટે તૈયાર રહેવું જોઇએ. તેમણે કહ્યું કે, દર વર્ષે બજેટ પેપરમાં ટેક્સ છૂટ કે રિયાયતના કારણે રેવન્યુમાં થતા નુકસાનની વાત કરવામાં આવે તો તે GDPના 5.5 ટકાની નજીક છે. એવામાં સવાલ ઉભો થાય છે કે, આ છૂટ હોવી જોઇએ કે નહીં. તેમણે પર્સનલ ઇનકમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ સિસ્ટમમાં કોઇ પણ પ્રકારના અંતરને ખતમ કરવાની વકાલત પણ કરી છે. તેમણે કહ્યું કે, તેનાથી પ્રશાસનિક અનુપાલનનો બોજો ઓછો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp