ટ્રાન્સફોર્મર બળી જવાથી વીજળી ચાલી જવા અંગે જાણો સૌરભ પટેલે શું કહ્યું

PC: amarujala.com

ગુજરાત સરકારે રીલિઝ કરેલી પ્રેસ રીલિઝ મુજબ ટ્રાન્સફોર્મર બળી જવા સંદર્ભે વિધાનસભાગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ટ્રાન્સફોર્મર બળી જવાના કારણે ખેડૂતોને વીજળી વગર ન રહેવું પડે તે માટેના સુનિશ્ચિત પગલાં ભરવા રાજ્ય સરકાર હરહંમેશ માટે પ્રતિબદ્ધ છે.

ટ્રાન્સફોર્મર બળી જવાના કિસ્સામાં ગ્રાહકો કેવી રીતે વીજળીનો વપરાશ કરે છે તે બાબત પર પણ ખૂબ મોટો આધાર છે. સીધી વીજળી ખેંચવાના કારણે પણ લોડ વધી જવાથી ટ્રાન્સફોર્મર બળી જતા હોય છે. તે ઉપરાંત થ્રી-ફેઝ કનેક્શન જરૂરી હોય ત્યાં સિંગલ ફેઝમાં વીજળી વપરાશ થાય તેવા કિસ્સામાં પણ ટ્રાન્સફોર્મર બળી જાય છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, ટ્રાન્સફોર્મર બળી જાય તેવા કિસ્સામાં ત્વરિત મરામત કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. એજન્સી દ્વારા અર્બન વિસ્તારમાં એક દિવસમાં જ્યારે રૂરલ વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ દિવસમાં મરામત કરી દેવા નિયમો બનાવવામાં આવ્યા છે. જો એમ ન થાય તો એજન્સી સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. જયારે નવા ટ્રાન્સફોર્મરના કિસ્સામાં પાંચ વર્ષ સુધીની ગેરેન્ટી હોવાથી સંપૂર્ણ ખર્ચ એજન્સીએ કરવાનો રહે છે.

મંત્રી સૌરભ પટેલે ટ્રાન્સફોર્મરની ગુણવત્તા અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે, ગુણવત્તાયુક્ત ટ્રાન્સફોર્મર મળી રહે તે માટે એમ.પ્રિક્યોર મારફતે ટેકનિકલ મર્યાદાઓના આધારે કોમર્શિયલ બીડ ખોલવામાં આવે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા ટ્રાન્સફોર્મર આપે તેવી એજન્સીનું સિલેક્શન કરવામાં આવે છે. એટલું જ નહીં સરકારના એન્જિનિયર નિષ્ણાતો દ્વારા નિયત કરાયેલી એજન્સીની પ્રોડક્ટનું ચેકિંગ કરી, તમામ જથ્થાનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તે ઉપરાંત જથ્થાનું ડિસ્પેચિંગ થાય તે વખતે પણ રેન્ડમ સ્ટોર ઉપર ચેકિંગ કરવામાં આવે છે. આમ ગુણવત્તા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

તેમણે દાહોદ અને પંચમહાલ જિલ્લામાં બળી ગયેલી TC અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે, વર્ષ-2019 દાહોદમાં 1595 અને પંચમહાલમાં 1096 TC બળી ગયા હતા જ્યારે વર્ષ 2020માં દાહોદમાં 1981 અને પંચમહાલમાં 1407 TC બળી ગયા હતા. જે મુજબ દાહોદમાં માત્ર 0.4 ટકા અને પંચમહાલમાં માત્ર 0.10 ટકા ટ્રાન્સફોર્મર બળી ગયા તેમ કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp