ચૂંટણીની જાહેરાત પહેલા જ GRD, હોમગાર્ડ કર્મચારીઓને ગુજરાત સરકારે મજા કરાવી દીધી

PC: khabarchhe.com

હોમગાર્ડ અને GRD જવાનોના હિતમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. આજે ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાત સરકારે આ મોટો નિર્ણય લીધો છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થશે ત્યારે સરકારે હોમગાર્ડ અને GRD જવાનોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. હવે હોમગાર્ડ જવાનને રોજના 300 રૂપિયાના બદલે 450 રૂપિયા મળશે.

સરકારે હોમગાર્ડ જવાનોની સાથે સાથે GRDના જવાનોને ધ્યાનમાં રાખીને પણ મોટો નિર્ણય લીધો છે. આ જવાનોને પણ 200 રૂપિયાના બદલે 300 રૂપિયા પ્રતિદિન મળશે. હોમગાર્ડ અને GRD જવાનોનો વધારો 1 નવેમ્બર 2022થી લાગુ થશે. હોમગાર્ડ અને GRD જવાનોના પગારમાં વધારાથી સરકારી તિજોરી પર 195 કરોડ રૂપિયાનો બોજ પડશે.

આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં ગત વખતની જેમ જ બે તબક્કામાં મતદાન થવાની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણીના કાર્યક્રમ પહેલા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઘણા સમયથી આ માંગ કરવામાં આવતી હતી ત્યારે તેમના હિતને ધ્યાનમાં રાખી આ વધારો કરવાનો સરકારે નિર્ણય લીધો છે. આ વખતે ચૂંટણીમાં કર્મચારીઓના પણ રાજ્ય સરકારે ભથ્થામાં વધારો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp