ગુજરાતની જનતા આ તારીખો જાણી લો, પછી કોઇ ટ્રાફિક રુલ તોડ્યો તો નહીં ચાલે

PC: youtube.com

વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું છે કે રાજ્યમાં આજથી જે નાગરીકો નવુ ટુ વ્હીલર ખરીદશે તેને વાહન વિક્રેતાઓ દ્વારા આઇ.એસ.આઇ. માર્કાનું હેલમેટ વિના મૂલ્યે ફરજીયાત આપવાનું રહેશે. આર.સી. ફળદુએ ઉમેર્યુ કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયની જાહેરાત કરતા ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા ટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જે સંદર્ભે નાગરીકોને પડતી હાલાકી અને તેમની રજૂઆતોને ધ્યાને લઇને આ નિયમોમાં થોડી છુટછાટ આપવામાં આવી છે.

રાજ્યમાં વાહનચાલકોને સરળતાથી PUC મળી રહે તે માટે આગામી સમયમાં રાજ્યમાં 900 થી વધુ PUC સેન્ટરો નવા ખોલવામાં આવશે. આ માટેની ટેન્ડર પ્રક્રિયા કરી દિન-10માં સત્વરે શરૂ થઇ જશે. PUCની છુટછાટની મુદ્ત 15મી ઓક્ટોબર-2019 સુધી લંબાવવામાં આવે છે. આર.સી. ફળદુએ કહ્યુ હતું કે, નાગરિકોને હેલમેટની ખરીદીમાં પડતી હાલાકી તથા રાજ્યમાં પુરતા પ્રમાણમાં હેલમેટ ન હોઇ તેને ધ્યાને લઇને નાગરીકો હેલમેટ ખરીદી શકે તે માટે આગામી 15મી ઓક્ટોબર-2019 સુધી નાગરીકો ટુ વ્હીલર ઉપર નહીં પહેરે તો તેઓની સામે કોઇ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે નહીં.

આર.સી. ફળદુએ કહયું કે, કેટલાક તત્વો દ્વારા સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીના વાહનોના વીમા સંદર્ભે જે સમાચારો વહેતા કરાયા છે તે પાયાવિહોણા છે. તમામ વાહનો રજિસ્ટ્રેશન તથા વીમીત છે. તેથી વડાપ્રધાન અને મુખ્યમંત્રી જેવા વ્યકિતઓ સામે આવા આક્ષેપો કરવા અત્યંત નિંદનીય અને દુઃખદ છે. આ માટે તેઓએ પુરતી ચકાસણી કરી લેવી જરૂરી છે. આવી ગેરલાયક અફવાઓ ફેલાવવા જે પ્રયાસો કર્યા છે તે સંદર્ભે કડકમાં કડક કાર્યવાહી કરવા રાજ્યના ગૃહ વિભાગને સૂચના આપવામાં આવી છે.

ટ્રાફીકના ચુસ્ત નિયમોનું દરેક વ્યક્તિએ પાલન કરવું જરૂરી છે. ભલે તે પદાધિકારી હોય કે અધિકારી, કર્મચારી હોય કાયદો કાયદાનું કામ કરશે જ. જે લોકો ટ્રાફીકના નિયમનો ભંગ કરશે તેમની સામે કાયદાકીય કાર્યવાહી ચુસ્તપણે કરાશે તેમ તેમણે જણાવ્યું હતું.

હેલમેટ વગર 15 ઓક્ટોબર સુધી નહીં ચાલે

PUC વગર 15 ઓક્ટોબર પછી નહીં ચાલે

HSRP નંબર પ્લેટ વગર 15 ઓક્ટોબર પછી નહીં ચાલે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp